તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટને ખરા અર્થમાં સ્માર્ટ સિટી બનાવવા આયોજન તો થાય છે

રાજકોટને ખરા અર્થમાં સ્માર્ટ સિટી બનાવવા આયોજન તો થાય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટને ખરા અર્થમાં સ્માર્ટ સિટી બનાવવા આયોજન તો થાય છે પણ પછીથી તેની શું હાલત થાય છે તે પાછુ વળીને જોવાતું નથી. આવી હાલત શહેરમાંથી કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે મનપાએ સાઇકલ શેરિંગ યોજના બનાવી. શહેરના જાહેર સ્થળો પર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના ધોરણે સંખ્યાબંધ સાઇકલ મૂકી છે. તેમાંથી મોટાભાગની સાઇકલ સારસંભાળના અભાવે ભંગાર હાલતમાં ફેરવાઇ ગઇ છે. એકમાત્ર કિસાનપરા ચોકમાં આવેલા પોઇન્ટને બાદ કરતા બીઆરટીએસ બસ સ્ટોપ, ઝોન કચેરી સહિતના સ્થળે જ્યાં સાઇકલ મૂકી છે તેના ઉપર ધૂળના થર જામી ગયા છે. સાઇકલના સ્પેરપાટર્સ કટાઇ ગયા ત્યાં સુધી તેની દેખરેખ રખાઇ નથી. અમુક સાઇકલમાંથી તો સીટ સહિતના પાર્ટસ પણ ચોરાઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...