• Gujarati News
  • National
  • રાજકોટ માર્કેટ યાર્ડમાં હડતાળ યથાવત્, આજે ચેરમેનને રજૂઆત

રાજકોટ માર્કેટ યાર્ડમાં હડતાળ યથાવત્, આજે ચેરમેનને રજૂઆત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખડપીઠજૂના યાર્ડમાંથી સ્થળાંતર કરવાના વિરોધમાં નવા અને જૂના યાર્ડના વેપારીઓએ સોમવારે ચોથા દિવસે પણ હડતાળ યથાવત્ રાખી હતી. જૂના યાર્ડ ખાતે મિટિંગ યોજાઇ હતી, જેમાં વેપારીઓ તથા ડાયરેક્ટરોની એક કમિટી બનાવી હતી. કમિટી મંગળવારે રાજકોટ યાર્ડના ચેરમેન હરદેવસિંહ જાડેજોને મળી રજૂઆત કરશે. વેપારીઓ યાર્ડમાંથી ખડપીઠ દૂર કરવા ઉપર મક્કમ છે, બીજી તરફ યાર્ડના ચેરમેન લીલુ અને ઘાસ ખેતપેદાશ હોય યાર્ડમાં હરાજી થશે. તેવું ભારપૂર્વક કહી રહ્યા છે. મંગળવારની મિટિંગમાં વચ્ચેનો રસ્તો નીકળશે તેવી વેપારીઓ તથા ખેડૂતોને આશા છે.

વેપારી એસોસિએશનની મિટિંગમાં 15 વ્યકિતઓની કમિટી બનાવામાં આવી છે. કમિટીમાં ત્રણ ડિરેક્ટરો સુરેશભાઈ ચંદારાણા, પ્રવીણભાઈ અણદાણી તથા બાલાભાઈ પોપટ તેમજ દલાલ મંડળના પ્રમુખ, વેપારી એસોિસએશનના પ્રમુખ અને જુદા જુદા ક્ષેત્રના 10 વેપારીઓ સહિત 15 વ્યકિતનો સમાવેશ કરાયો હતો. કમિટીએ યાર્ડના ચેરમેનને રજૂઆત કરવાનો સમય માગ્યો હતો, પરંતુ યાર્ડના ચેરમેન હરદેવસિંહ બહાર હોય મંગળવારનો સમય અપાયો છે. જેથી કમિટી મંગળવારે રૂબરૂ રજૂઆત કરશે.

અન્ય સમાચારો પણ છે...