• Gujarati News
  • National
  • રાજકોટ |ખરાબ હવામાન અને વરસાદથી આજે મુંબઇ દીવની ફલાઇટ રદ થતાં

રાજકોટ |ખરાબ હવામાન અને વરસાદથી આજે મુંબઇ-દીવની ફલાઇટ રદ થતાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |ખરાબ હવામાન અને વરસાદથી આજે મુંબઇ-દીવની ફલાઇટ રદ થતાં મુસાફરો રઝળી પડ્યા હતા. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ એરપોર્ટ ખાતે દિવસમાં ફક્ત એક ફલાઇટ મુંબઇથી દીવ અને દીવથી પોરબંદર-મુંબઇ જાય છે. પરંતુ દીવ એરપોર્ટ ખાતે લેન્ડિંગ સિસ્ટમનો અભાવ હોવાથી ખરાબ હવામાન હોય ત્યારે ફલાઇટ અવારનવાર રદ થતી હોય છે. આજે પણ વરસાદ અને ખરાબ હવામાનના કારણે જેટ એરવેઝની મુંબઇ-દીવની ફલાઇટ કેન્સલ થઇ હતી. આથી મુંબઇ જવા માંગતા મુસાફરો રઝળી પડ્યા હતા. મુસાફરોને આવતીકાલે રાજકોટથી સવારે 6:45 ની ફલાઇટમાં રવાના કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

હાલાકી | મુંબઇ-દીવની ફલાઇટ રદ થતાં મુસાફરો રઝળ્યા

અન્ય સમાચારો પણ છે...