• Gujarati News
  • National
  • રાજકોટ |બી.એડ. અને એમ.એડ.નો અભ્યાસક્રમ બે વર્ષનો કરી નાખવાના વિરોધમાં

રાજકોટ |બી.એડ. અને એમ.એડ.નો અભ્યાસક્રમ બે વર્ષનો કરી નાખવાના વિરોધમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |બી.એડ. અને એમ.એડ.નો અભ્યાસક્રમ બે વર્ષનો કરી નાખવાના વિરોધમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા ડેપ્યુટી કલેક્ટર ચેતન ગાંધીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. જેમાં જણાવાયું હતું કે, આઝાદી બાદ પ્રથમ વખત બી.એડ. અને એમ.એડ.નો અભ્યાસક્રમ બે વર્ષનો કરી નાખવાનો કેન્દ્ર દ્વારા નિર્ણય કરાતા વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડશે અને તેમના વાલીઓને નાછૂટકે વર્ષે રૂ.1 લાખનો વધારાનો ખર્ચનો બોજો સહન કરવો પડશે. સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કોલેજ સંચાલકોની એવી લાગણી છે કે, બી.એડ. અને એમ.એડ.નો અભ્યાસક્રમ એક વર્ષનો કરી નાખવામાં આવે તેવી માગણી વડાપ્રધાન પાસે કરવામાં આવી છે.

વિરોધ | બી.એડ.-એમ.એડ.નો કોર્સ જૂના કોર્સ મુજબ રાખો

અન્ય સમાચારો પણ છે...