• Gujarati News
  • National
  • નિ:શુલ્ક જયપુર ફૂટ કેમ્પનો 72 દિવ્યાંગોએ લાભ લીધો

નિ:શુલ્ક જયપુર ફૂટ કેમ્પનો 72 દિવ્યાંગોએ લાભ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિ:શુલ્ક જયપુર ફૂટ કેમ્પનો 72 દિવ્યાંગોએ લાભ લીધો

રાજકોટ: સરગમક્લબ દ્વારા ભગવાન મહાવીર વિકલાંગ સહાય સમિતિના સહકારથી દિવ્યાંગો માટે નિ:શુલ્ક જયપુર ફૂટ કેમ્પ ડિસેમ્બરની માસની 1 થી 3 તારીખે યોજાયો હતો. કેમ્પનો રાજકોટ, સૌરાષ્ટ્રના 72 દિવ્યાંગ ભાઇઓ, બહેનોએ લાભ લીધો હતો. વિકલાંગ દર્દીઓને કેલીપર્સ, સાઇડ ઘોડી, વોકર, સ્ટીક, સાધનોનું રિપેરિંગ કરી આપવામાં આવ્યું હતું. વજુભાઇ જોષી, અરવિંદભાઇ પટેલ, ગુણવંતભાઇ ડેલાવાળા વગેરે જહેમત ઉઠાવી હતી.

નક્ષસોશિયલ ગ્રૂપ દ્વારા સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ

રાજકોટ: નક્ષસોશિયલ ગ્રૂપ દ્વારા સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ આગામી 28 જાન્યુઆરીના રોજ નિર્ધારવામાં આવ્યો છે. ફોર્મનું વિતરણ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવી રહ્યું છે. વધુ માહિતી માટે મવડી મેઇન રોડ પ્રિતીબેન પટેલ, નિરવભાઇ પટેલનો સંપર્ક સાધવો.

અમદાવાદમાંયુવક યુવતીઓ માટે ફ્રી જીવનસાથી સંમેલન

રાજકોટ: પટેલસમાજ અમદાવાદ દ્વારા પાટીદાર લગ્ન ઉત્સુકો માટે નિ:શુલ્ક જીવનસાથી પસંદગી મેળો 9 ડિસેમ્બરે અમદાવાદ, વિશ્વકર્મા સોસાયટી, જોધપુર ચાર રસ્તા ખાતે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...