• Gujarati News
  • National
  • રાજકોટ |શહેરની જુદી જુદી બેંકોમાં બોગસ ચલણી નોટ ધાબડી જવાના

રાજકોટ |શહેરની જુદી જુદી બેંકોમાં બોગસ ચલણી નોટ ધાબડી જવાના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |શહેરની જુદી જુદી બેંકોમાં બોગસ ચલણી નોટ ધાબડી જવાના બનાવો સમયાંતરે પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે ભક્તિનગર સર્કલ પાસે આવેલી એચડીએફસી બેંકની કરન્સી ચેસ્ટ શાખામાં કોઇ બેંકધારકો રૂ.2 હજાર, 500, 100, 50 અને રૂ.10ની કુલ 131 ચલણી નોટ ધાબડી ગયાની બેંક અધિકારી દેવાંગભાઇ ચીમનલાલ મેતાએ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ રૂ.2 હજારના દરની 8, રૂ.500ના દરની 4, રૂ.100ના દરની 110, રૂ.50ના દરની 7 અને રૂ.10ના દરની 2 નોટ મળી કુલ રૂ.29,370ના રકમની બોગસ ચલણીનોટનો સમાવેશ થાય છે. ઉપરોકત બોગસ ચલણી નોટો ગત નવેમ્બર મહિનામાં જમા થઇ હોવાનું બેંક અધિકારીએ ફરિયામાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...