• Gujarati News
  • National
  • કપાસ, જીરું, ચણા, ડુંગળી, લસણના ઊભા પાકને નુકસાન

કપાસ, જીરું, ચણા, ડુંગળી, લસણના ઊભા પાકને નુકસાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિસ્ટ્રિક્ટ રિપોર્ટર| રાજકોટ

સૌરાષ્ટ્રઉપર ઓખી વાવાઝોડાની અસરો મંગળવારે વહેલી સવારથી જોવા મળી રહી છે. અનેક સ્થળો પર હળવા ભાવે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. ઉપરાંત ભેજવાળું વાતાવરણ થઇ જવાના કારણે ખેતીમાં ઊભા પાકને નુકસાન થઇ રહ્યું છે. વરસાદથી જીરું, ચણા, ધાણા, કપાસ, ડુંગળી અને લસણના પાકને વધુ નુકસાની થઇ છે. જો ભારે પવન ફૂંકાશે તો કપાસના છોડ નમી જવાનો ખતરો છે. જિલ્લા ખેતીવાડી અધિકારી આર.આર. ટીલવાએ જણાવ્યું હતું કે, વરસાદ સામાન્ય પડ્યો છે, તેથી નુકસાની ઓછી થશે. કપાસ, ચણા, જીરુંમાં મોટી નુકસાની થવાની સંભાવના છે. ઉપરાંત ધાણા, ઘઉં, લસણ, ડુંગળીના પાકમાં સામાન્ય નુકસાની થશે. જો વાવાઝોડું ફૂંકાય તો ખેડૂતોએ સલામત સ્થળે જતું રહેવું, ખેતરમાં કાચા મકાનમાં મજૂરો રહેતા હોય તો તેમને પણ સલામત સ્થળે સ્થળાંતર કરી દેવા હિતાવહ છે.

જો ભારે પવન ફૂંકાશે તો કપાસના છોડનો સોથ વળી જશે, મોટી નુકસાનીની ભીતિ

અન્ય સમાચારો પણ છે...