- Gujarati News
- મોદી સ્કૂલના 5 વિદ્યાર્થી કુસ્તીમાં અવવ્લ, રાજ્યકક્ષાએ ભાગ લેશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોદી સ્કૂલના 5 વિદ્યાર્થી કુસ્તીમાં અવવ્લ, રાજ્યકક્ષાએ ભાગ લેશે
પી.વી.મોદીસ્કૂલના વિદ્યાર્થીઓ રમતગમત ક્ષેત્રે સિધ્ધિ મેળવી રહ્યાં છે. ત્યારે વધુ ત્રણ વિદ્યાર્થીઓએ જિલ્લાકક્ષાની કુસ્તીમાં સુંદર પ્રદર્શન કરી રાજ્યકક્ષાએ પસંદગી પામ્યા છે. બાલભવન ખાતે યોજાયેલી અન્ડર-19 ભાઇઓની કુસ્તી સ્પર્ધા યોજાઇ હતી. જેમાં મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન 96 કિ.ગ્રા. વજન ગ્રૂપમાં વિરડિયા ઉમંગ પ્રથમ, 96 કિ.ગ્રા. વજન ગ્રૂપમાં રામાણી જેનીષે ત્રીજો, 55 કિ.ગ્રા.માં કારિયા માનવે ત્રીજો અને મહેતા જીનેષે બીજો નંબર મેળવ્યો હતો. જ્યારે 60 કિ.ગ્રા.વજન ગ્રૂપમાં પારખિયા સ્મિતે ત્રીજો નંબર મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. ઉપરોક્ત તમામ પહેલવાનો આગામી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. પાંચેય વિદ્યાર્થીઓને કુસ્તીની તાલીમ કોચ સંદીપ અનડકટ આપી રહ્યાં છે.