• Gujarati News
  • National
  • જાહેર થયા 94.3 MYFMની રંગરેઝ સિઝન 2ના વિજેતાઓ

જાહેર થયા 94.3 MYFMની રંગરેઝ સિઝન-2ના વિજેતાઓ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આખરેસૌની ઉત્સુકતા અને આતુરતા વચ્ચે 94.3 માય એફએમે રંગરેઝ સિઝન-2ના વિજેતાઓ જાહેર કર્યા. આપ સૌને જણાવવાનું કે ‘INCREDIBLE GUJARAT’ની થીમ પર આયોજિત કરેલી 94.3 માય એફએમે રંગરેઝ સિઝન-2માં રાજકોટના આશરે 15,000 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાંથી આખરી 12 વિજેતાઓ પસંદ કરવામાં 94.3 માય એફએમ અને જ્યૂરીને પણ આખર સુધી ઝઝૂમવું પડ્યું હતું. જેમાં નીચે જણાવેલાં વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

તારીખ 5મી ડિસેમ્બરના રોજ જાહેર થયેલા તમામ વિજેતાઓને સાધુવાસવાણી સ્થિત આવેલી 94.3 માય એફએમની ઓફિસે બોલાવવામાં આવ્યા હતા અને તમામ વિજેતાઓનું ટ્રોફી અને સર્ટિફિકેટ આપીને સન્માન કરાયું હતું, જેમાં હંમેશાંની જેમ વખતે પણ 94.3 માય એફએમને સી.જે ગ્રૂપ અને પ્રયાગ ઇન્ટરનેશનલનો સહયોગ મળ્યો હતો.આ અન્વયે આપ સૌને જણાવવાનું કે, રંગરેઝ સિઝન-2ના તમામ વિજેતાઓનું એક વાર્ષિક કેલેન્ડર તૈયાર કરવામાં આવી રહ્યું છે, ફરી એકવાર રંગરેઝ સિઝન-2ના દરેક વિજેતાઓને 94.3 માય એફએમ દિલથી શુભેચ્છા પાઠવે છે.

અન્ય સમાચારો પણ છે...