તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ભેજવાળા મેદાનને કારણે મેચ લંચ બાદ શરૂ થયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેજવાળા મેદાનને કારણે મેચ લંચ બાદ શરૂ થયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંઢેરીક્રિકેટ સ્ટેડિયમ પર ગુરુવારથી વેસ્ટ ઝોન વિજય મર્ચન્ટ અન્ડર-16માં સૌરાષ્ટ્ર અને બરોડા વચ્ચેના મેચનો પ્રારંભ થયો હતો. જો કે, બે દિવસથી પલટાયેલા વાતાવરણને કારણે મેદાનની આઉટ ફિલ્ડ ભેજવાળી બની જતાં મેચ લંચ બાદ શરૂ કરાયો હતો. જેને કારણે મેચના પ્રથમ દિવસની રમત માત્ર 56 ઓવરની રમાઇ હતી. જેમાં સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ દાવમાં 4 વિકેટ ગુમાવી 127 રન કર્યા છે. બરોડાની ટીમે ટોસ જીતી સૌરાષ્ટ્રને પ્રથમ દાવ આપ્યો હતો. સમયે અમ્પાયર સોમનાથ ઝા, નારાયણદેવ મહંતાએ મેદાનની આઉટફિલ્ડ ભેજવાળી હોવાની મેચ રેફરી કે.થોમસ મેથ્યુને કરી હતી. જેથી મેચને અટકાવી દેવામાં આવ્યો હતો. લંચ બાદ ફિલ્ડર, બોલરો માટે આઉટફિલ્ડ યોગ્ય બનતા મેચનો પ્રારંભ કરાવાયો હતો. પ્રથમ દિવસની રમતનાં અંતે સૌરાષ્ટ્રની ટીમે ચાર વિકેટ ગુમાવી 127 રન કર્યા હતા. જેમાં પ્રશમ રાજદેવ 43, પી.ચૌહાણ 35 રન કર્યા હતા. આદિત્ય જાડેજા (0) અને હેત્વીક કોટક (27) દાવમાં છે. જેમાં બરોડાના અંશ પટેલને બે, અર્ચન કોઠારી અને હર્ષિલ પ્રજાપતિને 1-1 વિકેટ મળી હતી.

પ્રશમ રાજદેવ 43, પી.ચૌહાણ 35 રન, બરોડાના અંશ પટેલની બે વિકેટ

વિજય મર્ચન્ટ | બરોડા સામે સૌરાષ્ટ્રની ટીમનો પ્રથમ દાવમાં 127/4

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

વધુ વાંચો