સબ જુનિ. જૂડો નેશનલમાં મહિલા ખેલાડીને મેડલ
નડિયાદખાતે યોજાયેલી સબ જુનિયર નેશનલ જુડો ચેમ્પિયનશિપમાં રાજકોટની બે મહિલા ખેલાડીએ ગુજરાતનો ડંકો વગાડ્યો છે. રાજકોટની કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી રિધ્ધિ કાનાભાઇ સોલંકીએ 48 કિ.ગ્રા. વજન ગ્રૂપમાં અને નિરાલી પ્રકાશભાઇ વાઢેરે પણ 48 કિ.ગ્રા.વજનગ્રૂપમાં જૂડોની રમતમાં ભાગ લીધો હતો. જેમાં બંનેએ ઉત્કૃષ્ઠ દેખાવ કરી બ્રોન્ઝ મેડલ મેળવી રાજ્યનું તેમજ શહેરનું નામ રોશન કર્યું હતું. ઉપરોકત બંને મહિલા ખેલાડી તેમની સ્કૂલમાં ડીએલએસએસ અંતર્ગત ચાલી રહેલી જૂડોની રમતમાં કોચ વ્રજભૂષણ રાજપૂત પાસે તાલીમ મેળવી રહી છે. રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં બંને ખેલાડીએ મેડલ મેળવતા શાળા સંચાલક, આચાર્યાએ અભિનંદન પાઠવ્યા છે.
નડિયાદ ખાતે યોજાયેલી નેશનલમાં રિધ્ધિ અને નિરાલીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ