તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રાજકોટથી મયુર જાનીનો રિપોર્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટથી મયુર જાનીનો રિપોર્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટથી મયુર જાનીનો રિપોર્ટ

સૌરાષ્ટ્ર-કચ્છની54 તેમજ સુરતની 16 બેઠક પર 9મી ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માં હાર્દિક પટેલનો પ્રભાવ વિસ્તારોની બેઠકો પર હોવાનું માનવામાં આવે છે. સ્થિતિમાં અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, મતદાનના એક દિવસ પહેલા, 8મી ડિસેમ્બરના રોજ ખળભળાટ મચાવે તેવો એક મોટો રાજકીય ધડાકો થઇ શકે છે. હાર્દિક પટેલ અને કોન્ગ્રેસ વચ્ચે થયેલી કોઈ ગુપ્ત વાત ચિતની ટેપ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે.

હાર્દિક પટેલ અને તેના આંદોલનના સાથીદારોની કથિત સેક્સ વિડીયો ટેપ જાહેર થયા પછી પણ હાર્દિક પટેલની પાટીદાર સમાજમાં સ્વીકૃતિ યથાવત જણાઈ છે. હાર્દિકે રાજકોટ, મોરબી અને સુરતમાં કરેલી મહા ક્રાંતિ સભાઓમાં હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી.

ત્યારે હવે હાર્દિકના પાટીદાર સમાજ પરના પ્રભાવને કારણે મતદાનની પેટર્ન પર નિર્ણાયક અસર પડી શકે છે. આથી તેને બેઅસર કરવા માટે એક મરણિયો પ્રયાસ કરાય અને તેમાં હાર્દિક અને કોંગ્રેસના કોઈ નેતા વચ્ચે થયેલી વાતને જાહેર કરવામાં આવે તેમ સૂત્રોનું કહેવું છે. વાતમાં કોઈ આર્થિક બાબત અથવા ટિકિટોની ફાળવણીને લઈને કોઈ ચર્ચા અથવા તો એવી કોઈ વાત કે જે હાર્દિકની સમાજ પ્રત્યેની વફાદારી સામે પ્રશ્નાર્થ ઉભો કરે તેવું સાબિત કરવામાં મદદરૂપ ટેપ થાય તેવી સંભાવના છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો