તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

76 વર્ષના યુવાનને 4 મેડલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રમતગમતનાખેલાડી કયારેય ઉંમરલાયક નથી થતા, સૂત્રને અનુસરી રાજકોટના 76 વર્ષીય નિવૃત્ત કર્મચારી દાઉદભાઇ ફૂલાણીએ યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ બતાવી રાષ્ટ્રીય માસ્ટર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વધુ ચાર મેડલ મેળવી અનેરી સિધ્ધિ મેળવી છે.

મૈસુર ખાતે રાષ્ટ્રીયકક્ષાની માસ્ટર્સ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં દાઉદભાઇએ 75થી 79ના વય જૂથમાં ભાગ લીધો હતો. જેમાં 50મી.અને 100મી.બ્રેસ્ટ સ્ટ્રોકમાં ગોલ્ડ, 100મી.ફ્રી સ્ટાઇલમાં સિલ્વર અને 4 બાય 50મી.ફ્રી સ્ટાઇલ રિલેમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યાં છે.

અનેક રમતોમાં પ્રભુત્વ જમાવનાર દાઉદભાઇએ તરણ સ્પર્ધાઓમાં છેલ્લા બાર વર્ષમાં 19 ગોલ્ડ, 13 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ મેળવી સાબિત કરી બતાવ્યું કે અભી તો મેં જવાન હું. તેમણે ચાર ઓલ ઇન્ડિયા ટૂર્નામેન્ટોમાં તો રેકર્ડ પણ તોડ્યાં છે.

મૈસુર, તરણ સ્પર્ધામાં 75થી 79ના વય જૂથમાં વગાડ્યો ડંકો

અન્ય સમાચારો પણ છે...