તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | સરગમક્લબ અને કમાણી ફાઉન્ડેશન દ્વારા 1 થી 3

રાજકોટ | સરગમક્લબ અને કમાણી ફાઉન્ડેશન દ્વારા 1 થી 3

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સરગમક્લબ અને કમાણી ફાઉન્ડેશન દ્વારા 1 થી 3 ડિસેમ્બર નિ:શુલ્ક દિવ્યાંગ ભાઇઓ, બહેનો માટે જયપુર ફૂટ કેમ્પ સવારે 8.30 કલાકે સરગમ ભવન, જામટાવર રોડ, નવી કલેક્ટર કચેરીની પાસે રાજકોટમાં યોજાશે. દિવ્યાંગોએ ફોટાવાળું સરકાર માન્ય ઓળખપત્રમાં ચૂંટણી, પાનકાર્ડ, લાઇસન્સ અને તબીબી વિકલાંગ અંગેનું પ્રમાણપત્રની નકલ રજૂ કરવાની રહેશે. ભગવાન મહાવીર વિકલાંગ સહાય સમિતિ સહકાર આપશે. જરૂરિયાતમંદ વિકલાંગોને નિ:શુલ્ક કૃત્રિમ પગ બેસાડી અપાશે. કેલીપર્સ, કાંખઘોડી અપાશે. કેમ્પનો લાભ લેવા ઇચ્છુકોએ 1 ડિસેમ્બરે સરગમ ભવન, જામટાવર રોડ ખાતે રૂબરૂ હાજર રહેવાનું રહેશે. તમામ દર્દીઓને ઉપરોક્ત તમામ સારવાર િવનામૂલ્યે કરવામાં આવશે તેમ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું.

સરગમ ક્લબ દ્વારા દિવ્યાંગો માટે નિ:શુલ્ક ફૂટ કેમ્પ યોજાશે

અન્ય સમાચારો પણ છે...