• Gujarati News
  • યુવાન પર ચાર શખ્સોનો હુમલો

યુવાન પર ચાર શખ્સોનો હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાકોઠારિયા રોડ પરના ગોકુળનગરમાં રહેતો હિતેષ ભાવસંગભાઇ પરમાર (ઉ.વ.24) રવિવારે રાત્રે કોઠારિયા રોડ પર ક્રિષ્ના ચોકમાં હતો ત્યારે વિરલ વસોયા, સુમિત વસોયા, રાજેન પટેલ અને વિશાલ ગોહેલ ધસી ગયા હતા અને ચારેય શખ્સો હિતેષ પર ધોકાથી તૂટી પડ્યા હતા. હુમલામાં ઘવાયેલા યુવાનને લોહિયાળ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.

બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. હિતેષ પરમારે અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં સુરેશ વાળંદ અને ગૌતમ પટેલ વચ્ચે મારામારી થતી હતી ત્યારે પોતે વચ્ચે પડ્યો હતો તે બાબતનો ખાર રાખી તેના પર હુમલો કર્યો હતો. પોલીસે હિતેષની ફરિયાદ પરથી ગુનો નોંધી નાસી છૂટેલા ચારેય હુમલાખોરની શોધખોળ શરૂ કરી હતી.