• Gujarati News
  • National
  • રાજકોટને થેલિસિમિયા મુક્ત કરવાનો નિર્ધાર

રાજકોટને થેલિસિમિયા મુક્ત કરવાનો નિર્ધાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રભરમાંથેલિસિમિયાના રોગથી અનેક લોકો પીડાઇ રહ્યાં છે, ત્યારે રાજકોટમાં લોકોના સ્વાસ્થ્ય અને જરૂરિયાતમંદોને સમયાંતરે રક્ત પૂરું પાડતી લાઇફ બ્લડ બેંકે તેના 37મા વર્ષના પ્રવેશ પૂર્વે રાજકોટને થેલિસિમિયા મુક્ત બનાવવાનો નિર્ધાર કર્યો છે. માટે જનજાગૃતિ અભિયાન શરૂ કરી થેલિસિમિયાને નિયંત્રણ માટે પ્રયત્નો કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્થાએ અત્યાર સુધીમાં અનેક જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત પૂરું પાડી અનેક લોકોની મહામૂલી જિંદગીને બચાવી છે. સૌરાષ્ટ્રભરમાં 4 હજારથી વધુ રક્તદાન કેમ્પ કરી જરૂરિયાત લોકોને રક્ત પૂરું પાડ્યું છે. ઉપરાંત જટિલ થેલિસિમિયાને નિયંત્રણ લાવવા માટે 7 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યાં છે. સંસ્થા દ્વારા યોજાતા વિવિધ કાર્યક્રમોમાં લતા મંગેશકર, કપિલ દેવ, પંકજ ઉધાસ જેવા મહાનુભાવો પણ જોડાયા છે.

અન્ય સમાચારો પણ છે...