તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વધુ 128 ગુટલીબાજ સફાઇકર્મી પકડાયા

વધુ 128 ગુટલીબાજ સફાઇકર્મી પકડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સ્વચ્છતાસર્વેક્ષણ રેન્કિંગમાં રાજકોટને મળેલી કારમી ધોબીપછડાટ પાછળ ખૂદ મનપાની સફાઇ વ્યવસ્થામાં મોટી પોલ હોવાનું સતત સામે આવી રહ્યું છે. મ્યુનિ. કમિશનર બંછાનીધિ પાનીએ કરેલા ચેકિંગમાં સામે આવ્યું હતું. પૂર્વ ઝોનના 6 વોર્ડ હેઠળના 44, જ્યારે પશ્ચિમ ઝોનમાં 6 વોર્ડના 44, સેન્ટ્રલ ઝોનના 5 વોર્ડના 40 સફાઇ કામદાર મળીને કુલ 128 ગુટલીબાજ સફાઇ કર્મી પકડાયાં હતા. તમામનો એક દિવસનો પગાર કાપી લઇ નોટિસ ફટકારવાનો હુકમ કર્યો છે. કમિશનરના પગલાંથી કામદાર આગેવાનોએ શ્રોફ રોડ પરની વોર્ડ નં.2(ક)ની ઓફિસને તાળાબંધી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...