તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હિસાબ આપનાર રાજકોટ 70ના 3 અને ધોરાજીના 14 ઉમેદવારને નોટિસ

હિસાબ આપનાર રાજકોટ-70ના 3 અને ધોરાજીના 14 ઉમેદવારને નોટિસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓહ ગરમી! જસદણની સભામાં મોદી સહિતના નેતાઓને પરસેવો છૂટ્યો

એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

વિધાનસભાનીચૂંટણી આડે હવે માત્ર 12 દિવસ બાકી છે ત્યારે ઉમેદવારો તેના પ્રચારમાં જોરશોરથી લાગી ગયા છે. સોમવારે 70-રાજકોટ(સાઉથ) અને ધોરાજી બેઠકના ઉમેદવારોને ખર્ચનો હિસાબ રજૂ કરવા બોલાવવામાં આવ્યા હતા જેમાં રાજકોટ-70ના 3 અને ધોરાજી કોંગ્રેસના ઉમેદવાર સહિત 14 મળી કુલ 17 ઉમેદવારોએ હિસાબ રજૂ કરતા તેમને નોટિસ આપવામાં આવી છે, જ્યારે નવી કલેક્ટર કચેરી ખાતે ઓબ્ઝર્વરોની હાજરીમાં મંગળવારે ઇવીએમ અને સ્ટાફનું સેકન્ડ તથા આખરી રેન્ડમાઇઝેશન રાખવામાં આવ્યું છે અને તેમાં તમામ રાજકીય પક્ષના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારોને હાજર રહેવા આમંત્રિત કરાયા છે.

ધોરાજીમાં ભાજપના ઉમેદવાર હરિભાઇ પટેલ અને બે અપક્ષ ઉમેદવારો યોગ્ય રીતે ખર્ચનો હિસાબ રજૂ કર્યો હતો, જ્યારે બાકીનાને નોટિસ અપાશે. તેવી રીતે 70-રાજકોટમાં ભાજપના ગોવિંદભાઇ પટેલે હિસાબો રજૂ કરી દીધા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ડો.દિનેશભાઇ ચોવટિયાએ કેવી રીતે હિસાબ રજૂ કરવો તેનું માર્ગદર્શન લીધા બાદ તેઓ સાંજે ખર્ચનો હિસાબ રજૂ કરવા આવ્યા હતા. અમુક અપક્ષો પણ પૂરતા પુરાવા રજૂ કરી શકયા નથી. જેથી ધોરાજીના 14 અને રાજકોટ-70ના ત્રણ ઉમેદવારોને નોટિસ ફટકારવામાં આવી છે.

20.64 લાખ સ્લીપનું આજથી વિતરણ

રાજકોટજિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એમ.પી.પંડ્યાએ જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા મતદારોને ડોર-ટુ-ડોર સ્લીપનું વિતરણ કરાશે.. રાજકોટ શહેર-જિલ્લાની આઠ વિધાનસભા બેઠકના 20.64 લાખ મતદારોને મંગળવારથી બીએલઓ મારફત ડોર-ટુ-ડોર મતદાર સ્લીપનું વિતરણ કરવામાં આવશે.

‘રાજકીય’ ગરમાવો | જાહેરસભામાંજસદણના ભાજપના ઉમેદવાર અને સભામાં આવેલા લોકો પણ આકરી ગરમીને કારણે અકળાઈ ઊઠ્યા હતા. } પ્રકાશરાવરાણી

તડકાથી ત્રાહિમામ | મોદીનીસભામાં પહોંચેલા મોહન કુંડારિયા સહિતના આગેવાનો પણ આકરા તાપથી બચવા ચહેરા પર સતત પોતાનો હાથ રાખી દેતા હતા.

તોબા તોબા...| જસદણમાંસોમવારે જાહેરસભાની સંબોધતી વેળાએ વડાપ્રધાન મોદી પણ આકરી ગરમીના કારણે પરસેવે રેબઝેબ થયા હતા.

કયાં ઉમેદવારે કેટલો ખર્ચ રજૂ કર્યો

આજથી સ્ટાફને તાલીમ, બુધવારથી ઈવીએમનું પ્રિપરેશન શરૂ કરાશે

આર.ઓ.દ્વારા સ્ટાફની તાલીમ અને તાલીમના સ્થળ પર પોસ્ટલ બેલેટથી મતદાનનો કાર્યક્રમ ગોઠવ્યો છે. જેમાં 68-રાજકોટમાં મંગળવારે ફિમેલ પોલિંગ અને પોલિંગ ઓફિસરોની તાલીમ બાદ તા.1 અને 2ના રોજ પ્રિસાઇડિંગ ઓફિસરો અને ફર્સ્ટ પોલિંગની તાલીમનો કાર્યક્રમ યોજાશે. 69-રાજકોટમાં તા.29,30 અને 1લી ડિસેમ્બરે, 70-રાજકોટમાં 2 અને 3જીએ , 71-રાજકોટ અને ગોંડલમાંં તા.1 અને 2ના રોજ અને જેતપુરમાં તા.2 અને 3ના રોજ તાલીમનો કાર્યક્રમ રખાયો છે. મંગળવાર બાદ દરેક બેઠકના આર.ઓ. દ્વારા ઇવીએમનું પ્રિપરેશન હાથ ધરાશે.

ધોરાજીમાં મતદાર જાગૃતિ માટે 90 વર્ષથી વધુ વયના મતદારોની ડોક્યુમેન્ટરી બનાવાઇ

રાજકોટજિલ્લાની આઠેય વિધાનસભા બેઠક પર મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ માટે વિવિધ પ્રકારના કેમ્પેન ચલાવવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે ધોરાજીમાં રિટર્નિંગ ઓફિસર ટી.એચ. જોશીએ 90 વર્ષથી વધુ વયના મતદારોની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે. જેમાં તમામ વિસ્તારના બીએલઓ અને અધિકારીઓ 90 વર્ષથી ‌વધુ વયના મતદારોની રૂબરૂ મુલાકાત લઇ તેમને મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ડોક્યુમેન્ટરી કેબલમાં પ્રસારિત કરાશે અને થિયેટરોમાં પણ દેખાડાશે. વૃધ્ધ ઉપરાંત શારીરિક અશક્ત મતદારોની પણ પર્સનલી મુલાકાત લઇ તેમનું પણ ડોક્યુમેન્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે.

70-રાજકોટના ગોવિંદભાઇ પટેલે રૂ.1,22,065નો ખર્ચ રજૂ કર્યો હતો જેમાં ચા-પાણી, કાર્યાલય ખર્ચ, મંડપ, વાહનો અને જાહેરસભાનો સમાવેશ થાય છે. તેવી રીતે આપના ગિરિશ મારવિયાએ રૂ.25000નો ખર્ચ રજૂ કર્યો છે. ધોરાજીમાં ભાજપના હરિભાઇ પટેલે રૂ.44000નો ખર્ચ રજૂ કર્યો છે અને બે અપક્ષોએ ખર્ચ રજૂ કર્યો છે.

આખરી રેન્ડમાઇઝેશનમાં તમામ ઉમેદવારોને હાજર રહેવા અનુરોધ કરાયો

ચૂંટણીની તૈયારીનો ધમધમાટ, આજે સ્ટાફ અને ઇવીએમનું ફાઇનલ રેન્ડમાઇઝેશન

અન્ય સમાચારો પણ છે...