• Gujarati News
  • National
  • સોમવારે દ્વારિકાધીશજીના નવા મંદિરનો ઉજવાશે પાટોત્સવ

સોમવારે દ્વારિકાધીશજીના નવા મંદિરનો ઉજવાશે પાટોત્સવ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારિકાધીશસત્સંગ મંડળ, છપ્પનભોગ મહોત્સવ સમિતિ દ્વારા દ્વારકેશ ભવન નૂતન હવેલી, મવડી ચોકડી પાસે, ભવ્ય નિર્માણ મૂળ કાંકરેલી, મથુરા અને ધોરાજી સાથે રાજકોટમાં પણ નિવાસ કરતા વૈષ્ણવાચાર્ય પૂજ્ય પ્રબોધકુમારજી મહારાજના સેવા સ્વરૂપ દ્વારિકાધીશજીના નવા મંદિરનો પાટોત્સવ 11 ડિસેમ્બરે ભાવભેર ઉજવાશે. દ્વારિકાધીશ પ્રભુ ધોરાજીથી સવારે 9 કલાકે રાજકોટ પધારી વ્રજભુમિ પ્લોટ, 150 ફૂટ રિંગ રોડ રાજકોટમાં બિરાજશે. પ્રભુજીની શોભાયાત્રા અને મવડી પ્લોટ ચોકડી પાસે નવા મંદિરે જશે. સવારે 10.30 કલાકે પ્રભુના પલના નંદમહોત્સવ અને તિલક, મનોરથો દોહરા ઉત્સવરૂપે અને સાંજે શયન દર્શન ખુલ્લા મુકાશે.

દ્વારિકાધીશ પ્રભુનો બડોમનોરથ છપ્પનભોગના દર્શન 12 ડિસેમ્બરે સાંજે 4 કલાકે વ્રજભુમિ પ્લોટ ખાતે ખુલ્લા મુકશે. વૈષ્ણવ, ભવિકોએ દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે. શોભાયાત્રા સવારે 9.30 કલાકે હવેલીથી વ્રજભુમિ પ્લોટ સુધી જશે. 13થી 19 ડિસેમ્બર સુધી શ્રીમદ્દ ભાગવત કથા નવા મંદિરની પાસે, સાર્વજનિક પ્લોટમાં બપોરે 3 થી 6.30 દરમિયાન યોજાશે. મનોરથ દર્શન ભાવિકો કરી શકશે. ભાગવત કથાના વ્યાસાસને રસિકભાઇ શાસ્ત્રીજી બિરાજશે. 13 ડિસેમ્બરે પોથીયાત્રા બપોરે 3.30 કલાકે નીકળશે. નૃસિંહ, વામન, શ્રીકૃષ્ણ પ્રાગટ્ય સહિતના પ્રસંગો ઉજવાશે.

અન્ય સમાચારો પણ છે...