ન્યુરોસર્જન નથી !!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઇનેકોઇ બહાને ચર્ચામાં રહેતી શહેરની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલ વધુ એક વખત ચર્ચામાં આવતા ચકચાર જાગી છે. હોસ્પિટલમાં ન્યુરોસર્જન તબીબ હોવા છતાં ફરજ પરના સ્ટાફે ન્યુરોસર્જન હોવાનું કહી ભાવનગર રોડ પર બાઇક અકસ્માતમાં ઘવાયેલા ટ્રાફિક વોર્ડન કિશન ભૂપતભાઇ રાજ્યગુરુ (રે.પુનિતનગર-8)ના પરિવારને ચિંતામાં મૂકી દીધા હતા. સિવિલ હોસ્પિટલના ફરજ પરના સ્ટાફના આવા બફાટથી ગભરાયેલા પરિવારજનો કિશનને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઇ જવો પડ્યો હતો.

મળતી વિગત મુજબ, ભાવનગર રોડ પર બુધવારે રાતે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કિશનને માથામાં ગંભીર ઇજા થતા સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો. સમયે કિશનની હાલત ગંભીર હોવા છતાં ઇમરજન્સીમાં ફરજ બજાવતાં સ્ટાફે આવો બફાટ કર્યો હતો. જો કે, તાજેતરમાં સિવિલ હોસ્પિટલમાં ન્યુરોસર્જનની નિમણૂક કરવામાં આવી હોવાનું ખુદ અધિક્ષક ડો.મનીષ મહેતાએ જણાવ્યું હતું. ત્યારે ઇમરજન્સીમાં ફરજ બજાવતાં સ્ટાફે કયાં કારણોસર આવો બફાટ કર્યો તે તપાસનો વિષય છે. ત્યારે આવા બેદરકારીભર્યા બફાટ સામે તંત્ર કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...