તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| રાજકોટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| રાજકોટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર| રાજકોટ

રાજકોટમાંમોટી હોટેલ, રેસ્ટોરન્ટ, કેન્ટિન, જ્ઞાતીઓની વાડી, ધાર્મિક સ્થળો, હોસ્ટેલ, માર્કેટ, હોકર્સ ઝોન તથા સ્માર્ટ સોસાયટીઓમાં ઉત્પન્ન થતો આર્ગેનિક વેસ્ટ (ભીનો કચરો) સ્થળ પર નિકાલ થાય તેવા મશીનનો પ્રારંભ થશે. મશીનથી ઘન કચરાનું ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટશે અને ડમ્પિંગ સાઇટ પર કામનું ભારણ ઓછું થશે. હાલ પ્રાયોગિક ધોરણે એક મશીન રાજકોટમાં શરૂ કરવામાં આવ્યું છે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાંથી બલ્ક વેસ્ટ જનરેટર જેવા કે, હોટેલો, રેસ્ટોરન્ટ, કેન્ટિન, વાડી, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંકુલો, હોસ્ટેલ, માર્કેટ, હોકર્સ ઝોન અને સ્માર્ટ સોસાયટી વગેરેમાંથી ઉત્પન્ન થતો ઓર્ગેનિક વેસ્ટ (ભીનો કચરો) સ્થળ પર નિકાલ થાય તેવી વ્યવસ્થા તેમનો કચરાની નિકાલ જે તે બલ્ક વેસ્ટ જનરેટર દ્વારા જાતે કરવો ફરજિયાત છે. જેને ઘન કચરાની ડીસેન્ટ્રલાઇઝ્ડ પ્રોસેસિંગ પધ્ધતિ કહેવાય છે. જેના આયોજનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાસ મશીન ખાનગી પેઢી એક્સેલ ઇન્ડ. સાથે પ્રાયોગિક ધોરણે ગુરુવારથી શરૂ કરવામાં આવ્યું છે.

જેનાથી ઘન કચરાનું ટ્રાન્સપોર્ટેશન ખર્ચ તથા ડમ્પિંગ સાઇટ પરનું ભારણ ઓછું થશે. ઉપરાંત પ્રદૂષણમાં ઘટાડો થશે અને ઘન કચરામાંથી ઓર્ગેનિક ખાતર મેળવી શકાશે જેનો ઉપયોગ નગરજનો પોતાના બગીચામાં કરી શકશે. મશીનની કેપેસિટી દરરોજ 1500થી 2000 કિલો છે. 30 મિનિટમાં 50થી 60 કિલોની એક બેચ તૈયાર કરે છે. ખાતરનું ઉત્પાદન દરરોજ 500થી 600 કિલો થશે.

હોટેલ, ધાર્મિક સ્થળો, હોસ્ટેલ પર જઇ ઓર્ગેનિક કચરાને ખાતરમાં કન્વર્ટ કરતું મશીન વસાવતું મનપા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

વધુ વાંચો