• Gujarati News
  • National
  • નોકરી કરતા શ્રમયોગીઓ માટે જાહેર રજા

નોકરી કરતા શ્રમયોગીઓ માટે જાહેર રજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર | રાજકોટ

ચૂંટણીનાદિવસે ઔદ્યોગિક સંસ્થાઓ, દુકાનો તથા વાણિજ્ય સંસ્થાઓમાં ફરજ બજાવતા શ્રમયોગીઓ(કર્મચારીઓ)ને માટે રજા જાહેર કરવામાં આવી છે અને રજાનો શ્રમયોગીને પગાર ચૂકવવામાં આવશે અને મતદાનના દિવસે શ્રમયોગીને મતદાન માટે રજા મળવા અંગે કોઇ ફરિયાદ મળે તો ઘટતી કાર્યવાહી કરવા નોડલ ઓફિસરોને આદેશ કરાયો છે. જો કે જે ઔદ્યોગિક સંસ્થાઓમાં યુનિટ બંધ કરવા મુશ્કેલ હોય તેમાં શિફ્ટ ગોઠવી કર્મચારીઓને મતદાન માટે રજા આપવાની સૂચના જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડેએ આપી છે.

અમુકસ્કૂલોએ બે દિવસની રજા જાહેર કરી

ચૂંટણીમાટે રાજકોટ જિલ્લા ચૂંટણીતંત્રે સ્કૂલ બસો રિક્વિઝિટ કરતા અમુક ખાનગી સ્કૂલો દ્વારા બે દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...