તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રાજકોટ પશ્ચિમના દરેક બૂથ પર પેરા મિલિટરી ફોર્સ મુકાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ પશ્ચિમના દરેક બૂથ પર પેરા મિલિટરી ફોર્સ મુકાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આગામી9મી ડિસેમ્બરને શનિવારના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2017ના પ્રથમ તબક્કાનું મતદાન યોજાનાર છે ત્યારે સમગ્ર દેશની જે બેઠક પર નજર છે તે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ચૂંટણી લડી રહ્યા છે તે બેઠક પર શનિવારે રાત્રે થયેલી બબાલને ધ્યાનમાં રાખી તમામ મતદાન મથકો પર પેરા મિલિટરી ફોર્સનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેમ પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતે કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ શહેર 500 સીસીટીવી મારફત ચૂંટણી પ્રક્રિયા પર પોલીસતંત્ર દ્વારા વોચ રાખવામાં આવશે અને મતદાન મથકો પર લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ડહોળાય તેવા પ્રયાસ કરનારા સામે કાયદેસર કાર્યવાહી કરાશે. 100 અસામાજિકો પર માર્કર ગોઠવવવામાં આવ્યા છે. શકમંદોને ઝડપી લેવા પેરા મિલિટરીની 160 પોલીસ મોબાઇલ ગોઠવવામાં આવી છે. જે તમામ મોબાઇલમાં વીડિયો કેમેરા રખાશે અને તેઓ વીડિયો રેકોર્ડિંગ કરશે, જ્યારે 120 પોલીસ જવાનો સાદા ડ્રેસમાં મતદાન મથકો આસપાસ ફરજ બજાવશે અનને કોઇ ઘટના બનશે તો ફોટા કે વીડિયો રેકોર્ડિંગથી પોલીસ મોબાઇલને મોકલી આપશે. સોશિયલ મીડિયાથી લોકોને ભડકાવનારા પર સાઇબર સેલ નજર રાખશે. તેમની આઠ ટીમો તૈયાર કરવામાં આવી છે.

સુરક્ષા માટે જવાનો તૈનાત કરાયા.

100 અસામાજિકો પર વોચ, સાદા ડ્રેસમાં પણ રહેશે પોલીસ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો