તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર | રાજકોટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર | રાજકોટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર | રાજકોટ

રાજકોટનીનવી કલેક્ટર કચેરી ખાતે વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે રાજકોટ શહેર-જિલ્લાની આઠ બેઠકો માટે ચૂંટણીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ચૂંટણી સ્ટાફને શુક્રવારે મતદાન મથક પર રવાના કરી દેવાશે અને મતદાન મથકમાં પ્રસાઇડિંગ ઓફિસર દ્વારા સ્ટાફને ફાઇનલ તાલીમ આપવામાં આવશે.

વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેર-જિલ્લાની આઠ બેઠકો પર અગાઉ 20,56,856 મતદારો નોધાયા હતા જેમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ બાદ નોંધાયેલા મતદારોની સંખ્યા હવે 20,64,759 છે. મતદારોને ફોટાવાળી મતદાન સ્લીપના વિતરણનું કાર્ય 95.36 ટકા પૂર્ણ થઇ ગયું છે. જ્યારે બહારગામ ગયા હોય કે પ્રવાસમાં હોય તેવા મતદારોને મતદાર સ્લીપનું વિતરણ બાકી છે જે ગુરુવારે સાંજ સુધીમાં પૂર્ણ કરી લેવાયું હતું.

150 મતદાન મથકો પર માઇક્રો ઓબ્ઝર્વરને શુક્રવારે સવારે 10 વાગ્યે કમ્પ્યુટર સોફટવેરની મદદથી રેન્ડમાઇઝેશન કરી મુકાશે. ઉમેદવારોની ચકાસણીની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. મતદાન મથકમાં કોઇ અનિચ્છનીય ઘટના બને તે માટે સેન્સિટિવ મતદાન મથકોમાંથી 20 ટકા એટલે કે 200 મતદાન મથકોનું વેબ કાસ્ટિંગ કરાશે. તમામ મતદાન મથકોમાં વીડિયોગ્રાફી કરાશે. ચૂંટણી માટે 8 ફિમેલ પોલિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે. ક્યા બૂથ પર ક્યા મહિલા અધિકારી અને કર્મચારી જશે તે આર.ઓ. નક્કી કરશે. મતગણતરી માટે મોડલ કાઉન્ટિંગ સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે અને તે ચાર-પાંચ દિવસમાં ઊભા થઇ જશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો