તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એલઇડીથી મહિને 26 લાખનો ફાયદો, પણ રસ્તાઓ અંધારિયા

એલઇડીથી મહિને 26 લાખનો ફાયદો, પણ રસ્તાઓ અંધારિયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

રાજકોટમનપાએ સ્ટ્રીટલાઇટમાં સોડિયમ લાઇટથી વર્ષે જે કરોડો રૂપિયાના ખર્ચનો બોજ આવતો હતો તે હળવો કરવા માટે તમામ સોડિયમ સહિતની સ્ટ્રીટલાઇટ એલઇડીમાં ફેરવી નાંખી છે. તેનાથી બેશક ખર્ચમાં ફાયદો જરૂર થયો છે. મહિને વીજબિલમાં રૂ.26 લાખ જેટલો ઘટાડો થયો છે તે વાત આવકારદાયક છે પણ તેની સામે સમસ્યા છે કે, અેલઇડી પ્રકાશ જમીન સુધી આવતા ઝાંખો થઇ જાય છે. 10 થી 12 મીટર ઉંચા થાંભલા પર 18 વોટની એલઇડી ટમટમિયાં જેવો પ્રકાશ આપે છે.

રાજકોટ મનપાએ પીપીપીના ધોરણે એલઇડી સ્ટ્રીલાઇટની યોજના બનાવી છે. કેન્દ્ર સરકાર માન્ય એજન્સી એનર્જી એફિશિયન્સી લિમિટેડ નામની એજન્સી સાથે એવો કરાર કરવામાં આવ્યો છે કે, એલઇડી લાઇટથી વીજબિલમાં જે બચત થાય તેના 60 ટકા રકમ એજન્સી પોતે લઇ જશે, જ્યારે 40 ટકા રકમનો મનપાને ફાયદો થશે. શહેરના તમામ રાજમાર્ગો, સોસાયટી વિસ્તાર, અન્ય મેઇન રોડ સહિતની જગ્યાએ 55 હજાર લાઇટિંગ પોલ પર એલઇડી નખાઇ ચૂકી છે. હજુ 2 હજાર જેટલી બાકી છે.

દરમિયાન એલઇડી નખાઇ પહેલા વીજબિલ દર મહિને રૂ.66.58 લાખ આવતું હતું. એલઇડી નખાયા પછી હવે વીજબિલ ઘટીને દર મહિને રૂ.39.87 લાખ આવે છે. રૂ.26.71 લાખ જેટલો ફાયદો દર મહિને થાય છે. એલઇડીથી વીજબિલના ખર્ચનું ભારણ જરૂર હળવુ થયુ છે. મહિને રૂ.26.71 લાખ લેખે વર્ષે રૂ.3 કરોડ 20 લાખ જેવો માતબર કહી શકાય તેટલો વીજખર્ચ ઓછો જરૂર થયો છે પણ તેની સામે એક સમસ્યા ઉભી થઇ છે કે, એલઇડીનો પ્રકાશ ટમટમિયાં જેવો થઇ ગયો છે. 10 થી 12 મીટર ઉંચા થાંભલા પર જ્યાં એલઇડી નાખવામા આવી છે તેનો પ્રકાશ જમીન પર આવતા ઝાંખો થઇ જાય છે. ખાસ કરીને અમાસ અને પછીના પાંચથી દિવસ સુધી અમુક વિસ્તારો, શેરીમાં નામ પુરતો પ્રકાશ થાય છે. અમુક જગ્યાએ તો એલઇડી લાઇટ થોડા દિવસોમાં ઝાંખી પડીને ટમટમિયાં બની ગયા છે.

આટલા પ્રકારની એલઇડી નખાઇ, વોટ ઘટાડાયા

સોસાયટીના રોડ પર જ્યાં ટ્યૂબલાઇટ ની જગ્યાએ 18 વોટની એલઇડી નખાઇ છે, જ્યારે 70 વોટની સોડિયમ લાઇટની જગ્યાએ 35 વોટની એલઇડી અને રાજમાર્ગો, સેન્ટ્રલ ડિવાઇડર, મુખ્ય ચોકમાં જ્યાં 150 વોટની સોડિયમ લાઇટ હતી તેની જગ્યાએ 70 વોટની એલઇડી નાખવામાં આવી છે. એલઇડીના વોટ વધારવામા આવે તો ઝાંખા પ્રકાશની સમસ્યા નિવારી શકાય.

મોટાભાગેબ્રેકેટના સેટિંગનો ફોલ્ટ હોય છે

^જમીનપર આવતા આવતા પ્રકાશ ઝાંખો થઇ જવા પાછળ મોટાભાગે બ્રેકેટનો ફોલ્ટ હોય છે. જે રીતે વાહનની હેડલાઇટમાં સેટિંગ કરવુ પડતું હોય છે તેમ એલઇડીના બ્રેકેટ સરખા સેટિંગથી મુકાયા હોય તો આવી સમસ્યા રહે છે. અમને સંખ્યાબંધ સમસ્યાઓ મળી છે અને સ્થળે બ્રેકેટ સેટિંગ કરીને પ્રશ્નનો ઉકેલ આવી જાય છે. > કે.બી.દેથરિયા,ઇન્ચાર્જસિટી ઇજનેર, રોશની શાખા

શહેરમાં 55 હજાર થાંભલા પર લાઈટ નખાઈ, હજુ 2000 થાંભલા બાકી

અન્ય સમાચારો પણ છે...