તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોદીનું આજે રાજકોટમાં રાત્રિ રોકાણ, સુરક્ષા કવચ

મોદીનું આજે રાજકોટમાં રાત્રિ રોકાણ, સુરક્ષા કવચ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીમાંબુધવારે સભા ગજાવવા આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રાત્રિ રોકાણ રાજકોટ સર્કિટહાઉસમાં કરવાના હોવાથી તેમની સુરક્ષા વ્યવસ્થા માટે કલેક્ટર તંત્ર અને શહેર પોલીસ, સહિત તમામ સુરક્ષા એજન્સી ઊંધામાથે થઇ ગઇ છે. વડાપ્રધાનની સુરક્ષા માટે દિલ્હીથી એનએસજી અને એસપીજીની ટીમ પણ સોમવારે રાજકોટ આવી પહોંચી હતી.

નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે હૈદરાબાદમાં એક કાર્યક્રમમાં હાજરી આપીને રાતે 12:00 કલાકે રાજકોટ આવી પહોંચશે. સર્કિટહાઉસમાં રાત્રી રોકાણ કરી બુધવારે સવારે રાજકોટથી મોરબી જવા રવાના થશે. વડાપ્રધાનની સુરક્ષા વ્યસ્થા માટે તમામ સુરક્ષા એજન્સી બે દિવસથી કવાયત કરી રહી છે. એસપીજી કમાન્ડો અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ તથા સ્નિફર ડોગ દ્વારા સર્કિટહાઉસના ખૂણેખૂણામાં એન્ટિ સબોટેજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. સર્કિટહાઉસ ઉપરાંત તેની આસપાસના સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્સ, પશુદવાખાના, શુક્લા હાઉસ, અન્ય બંગલા, એપાર્ટમેન્ટ અને ગોંડલ સ્ટેટની વર્ષોથી બંધ હાલતમાં રહેલી જર્જરિત ઇમારત તેમજ સર્કિટહાઉસની પાછળના રહેણાક વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી સર્કિટહાઉસ સુધી ચકલું પણ ફરકી શકે તેવો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સુરક્ષા વ્યવસ્થામાં કોઇ કચાશ રહે માટે કમિશનર અનુપસિંહ ગેહલોત, કલેક્ટર ડો.વિક્રાંત પાંડે સતત નજર રાખી રહ્યા છે.

બુધવારે મોરબી જઇ રહેલા વડાપ્રધાન મંગળવારે રાતે રાજકોટ પહોંચશે

અન્ય સમાચારો પણ છે...