• Gujarati News
  • National
  • રાજકોટ | ઉર્દૂ સાહિત્ય ઉત્સવ આગામી 8 થી 10 ડિસેમ્બર

રાજકોટ | ઉર્દૂ સાહિત્ય ઉત્સવ આગામી 8 થી 10 ડિસેમ્બર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ઉર્દૂ સાહિત્ય ઉત્સવ આગામી 8 થી 10 ડિસેમ્બર ન્યૂ દિલ્હી ખાતે યોજાશે. ‘જશન-એ-રેખતા’ શિર્ષક હેઠળ કાવ્યપઠન કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનના અધ્યાપક વિરલ શુક્લની પસંદગી થઇ છે. ત્રણ દિવસ ચાલનાર ઉર્દૂ સાહિત્ય ઉત્સવમાં સમગ્ર વિશ્વમાંથી 22 પસંદ કરાયેલા કવિઓ પોતાની કૃતિ રજૂ કરશે. ડો.વિરલ શુક્લ સમગ્ર ગુજરાતમાંથી પસંદગી પામ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ, અંગ્રેજી ભવનના અધ્યક્ષ પ્રો. જયદીપસિંહ ડોડિયા, પૂર્વાધ્યક્ષ પ્રો.કમલ મહેતા અને શૈક્ષણિક, બિનશૈક્ષણિક કર્મચારીઓએ શુભેચ્છા પાઠવી હતા. ડો.વિરલ શુક્લ પોતાના દ્વારા રચવામાં આવેલી કવિતાઓને રજૂ કરશે.

ઉર્દુ સાહિત્ય ઉત્સવમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપક ડો.વિરલ શુક્લની પસંદગી

અન્ય સમાચારો પણ છે...