• Gujarati News
  • National
  • છોકરીના ડખામાં ધો.12ના વિદ્યાર્થી પર હુમલો

છોકરીના ડખામાં ધો.12ના વિદ્યાર્થી પર હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | આર્યનગર-14માંરહેતા અને ભૂષણ વિદ્યાલયમાં ધો.12માં અભ્યાસ કરતા સ્મિત પરેશભાઇ મુગરા નામના વિદ્યાર્થીને બુધવારે રાતે પાણીના ઘોડા પાસે કેવીન ટોપિયા અને તેની સાથેના અજાણ્યા શખ્સોએ ધોકા વડે હુમલો કરતા સારવાર માટે ખસેડાયો છે. સ્મિતના પિતા પરેશભાઇએ ફરિયાદ નોંધાવી છે. અગાઉ સ્મિતને આરોપી કેવીન સાથે છોકરીના મુદ્દે માથાકૂટ થઇ હતી. જેનો ખાર રાખી કેવીને તેના સાગરીતો સાથે મળી હુમલો કર્યો હોવાનું પિતા પરેશભાઇએ પોલીસને જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...