તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • પત્ની સાથે ઝઘડો થયા બાદ યુવાનનો આપઘાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્ની સાથે ઝઘડો થયા બાદ યુવાનનો આપઘાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઠારિયાસોલવન્ટ પાસે આવેલા નારાયણનગરમાં રહેતા દિનેશ પાંચાભાઇ પંચાળ નામના યુવાને બુધવારે છતના હૂકમાં દોરી બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી છે. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં બે ભાઇમાં મોટો દિનેશ ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતો હતો. તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. દરમિયાન પત્ની સાથે બુધવારે કોઇ મુદ્દે ચડભડ થઇ હતી. જેને કારણે પત્ની સંતાનોને લઇને જતી રહી હતી. બાદમાં દિનેશની પુત્રીએ બનાવ અંગેની જાણ કરતાં પિતા પાંચાભાઇ ઘરે દોડી આવ્યાં હતા. પરંતુ તેઓ પહોંચ્યા ત્યારે દિનેશે આપઘાત કરી લીધો હતો.

પોલીસે પરિવારજનો સહિતના આસપાસના રહેવાસીઓના નિવેદન નોંધવાની કાર્યવાહી કરી હતી.

પત્ની સંતાનો સાથે ઘરેથી નીકળી જતા ભરેલું પગલું

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો