• Gujarati News
  • National
  • જામનગર |જામનગરમાં રહેતા યુવક પર તેની પ્રેમિકાના પિતા અને ભાઇએ

જામનગર |જામનગરમાં રહેતા યુવક પર તેની પ્રેમિકાના પિતા અને ભાઇએ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |જામનગરમાં રહેતા યુવક પર તેની પ્રેમિકાના પિતા અને ભાઇએ ધોકાથી ખૂની હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. જામનગરમાં કાલાવડ નાકા બહાર મહારાજા સોસાયટીમાં રહેતો મોસીન મજીદભાઇ મીઠવાણી (ઉ.વ.23) બુવધવારે સવારે 11 વાગ્યે પોતાનું બાઇક ચલાવીને જામનગર રાજકોટ હાઇવે પર સીએનજી પંપ પાસે જતો હતો ત્યારે સમીર અસરફ ગાભા અને તેના પિતા અસરફ ગાભા ત્યાં ધસી ગયા હતા. બંને શખ્સોએ મોસીન પર લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...