જેતપુરની મહિલાને અગનજ્વાળા ભરખી ગઇ
જેતપુરમાંવિવેકાનંદ સ્કૂલ પાસે રહેતા મહિલા સ્ટવ પર રસોઈ બનાવી રહ્યા હતા તયારે અચાનક ભડકો થતા દાઝી ગયેલી મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
જેતપુરમાં વિવેકાનંદ સ્કૂલ પાસે રહેતા જ્યોત્સનાબેન ભૂપતભાઇ દેશરિયા (ઉ.વ.37) બુધવારે સાંજે સ્ટવ પર રસોઇ બનાવી રહ્યા હતા. અકસ્માતે સ્ટવમાં ભડકો થતાં દાઝી ગયેલા જ્યોત્સનાબેનને વધુ સારવાર માટે ગંભીર હાલતમાં અહીંની હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર દરમિયાન બુધવારે મોડી રાતે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે વિશેષ તપાસ શરૂ કરી છે.