• Gujarati News
  • National
  • ચૂંટણી પૂરી થતાં ઓક્ટોબર અને નવેમ્બરની પરીક્ષામાં કરાયેલા કોપીકેસનું હિયરિંગની કામગીરી ઝડપી ક

ચૂંટણી પૂરી થતાં ઓક્ટોબર અને નવેમ્બરની પરીક્ષામાં કરાયેલા કોપીકેસનું હિયરિંગની કામગીરી ઝડપી કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રયુનિવર્સિટીમાં પરીક્ષાનો પાંચમો તબક્કો ચાલી રહ્યો છે અને દરરોજ 2 થી 5 જેટલા કોપીકેસ હજુ પણ નોંધાઇ રહ્યા છે ત્યારે ઓક્ટોબર-નવેમ્બરની પરીક્ષામાં ગેરરીતિ આચરતા ઝડપાઇ ગયેલા વિદ્યાર્થીઓના કેસોના નિકાલ માટે આગામી 21 અને 22 ડિસેમ્બરના રોજ એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટીની બેઠક બોલાવવામાં આવી છે જેમાં વધુ 240 વિદ્યાર્થીઓનું હિયરિંગ કરવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઓક્ટોબર-નવેમ્બરની પરીક્ષાના પ્રથમ તબક્કામાં કરાયેલા કોપીકેસમાંથી 138 વિદ્યાર્થીઓના હિયરિંગ પખવાડિયા પહેલા કરાયા બાદ વિધાનસભાની ચૂંટણીના કારણે હાલ પૂરતી કામગીરીને બ્રેક મારવામાં આવી છે અને કોપીકેસનું હિયરિંગ ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ રાખવા નિર્ણય કરાયો છે. 21 અને 22 ડિસેમ્બરના રોજ ઓક્ટોબર-નવેમ્બરની પરીક્ષાના 240 વિદ્યાર્થીઓના કોપીકેસનું હિયરિંગ રાખવામાં આવ્યું છે. 240 વિદ્યાર્થીઓમાં બી.કોમ., બી.એ., બી.એસસી. સહિતની અલગ-અલગ પરીક્ષા આપનારા અને ગેરરીતિ આચરતા પકડાયેલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જેનું હિયરિંગ 21 અને 22 ડિસેમ્બરે કરવામાં આવશે. અમરેલીમાં એમ.એ. સેમેસ્ટર-3ની પરીક્ષામાં વધુ ત્રણ કોપીકેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...