• Gujarati News
  • National
  • પુત્રને ઇજા કરનારે પિતા પર પણ કાતર વડે હુમલો કર્યો

પુત્રને ઇજા કરનારે પિતા પર પણ કાતર વડે હુમલો કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |ધોરાજીના બહારપુરા વિસ્તારમાં રહેતા અને ઇંડાંની રેંકડી રાખી ધંધો કરતાં ફારૂકભાઇ બોદુભાઇ ગુંદાલિયા નામના પ્રૌઢને લતીફ નામના શખ્સે ઝઘડો કરી કાતર વડે હુમલો કરી છાતીમાં ઘા ઝીંકી દેતા ગંભીર હાલતમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ઇજાગ્રસ્ત પ્રૌઢે હોસ્પિટલ પોલીસ ચોકીમાં આપેલા નિવેદન મુજબ, રવિવારે તે અને 11 વર્ષનો પુત્ર રેહાન ઇંડાંની રેંકડીએ હતા. ત્યારે પુત્ર નજીકની દુકાન પાસે બેઠો હોય લતીફ નામના શખ્સે ગિલ્લોલ વડે પુત્રને પેટમાં ઇજા પહોંચાડી હતી. જેથી પોતે લતીફને સમજાવવા ગયા હતા, પરંતુ લાજવાને બદલે તેણે કાતર વડે હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...