• Gujarati News
  • National
  • યાર્ડમાં મગફળીની આવક બંધ રાખવામાં આવી

યાર્ડમાં મગફળીની આવક બંધ રાખવામાં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાલમગફળીની સિઝન હોવાથી યાર્ડ અને બજારમાં મગફળીની આવક ભરપૂર થઈ રહી છે અને મગફળીના ભાવ 640 થી 875 ભાવ બોલાઈ રહ્યો છે. એવા સમયે સોમવારે ઉઘડતી બજારે યાર્ડમાં જથ્થો વધી જતાં મગફળીની આવક બંધ રાખવામાં આવી હતી. જ્યારે અન્ય જણસીની આવક રાબેતા મુજબ રહી હતી. અનાજ વિભાગમાં હાલના સમયે સિઝન પ્રમાણે કપાસની આવક વધારે નોંધાઈ રહી છે. જ્યારે સૌથી ઓછી આવક વરિયાળીની નોંધાઈ હતી અને ત્યારબાદ ઈસબગૂલ અને રાયડાની રહી હતી. યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણીના જણાવ્યાનુસાર આવક વધારે છે અને સામે જગ્યા ઓછી હોવાથી આવક સોમવારે બંધ રાખવામાં આવી હતી. જો કે અગાઉના સપ્તાહે પણ જથ્થો વધી જતા આવક બંધ રખાઈ હતી. અને મગફળીના જથ્થાને પડધરીના ગોડાઉનમાં ખસેડવામાં આવ્યો હતો. જે ખસેડાયા બાદ પણ આવક વધારે રહેતા જથ્થો વધી ગયો હતો.

અેક બાજુ મગફળીની આવક બંધ રાખવામાં આવી છે. ત્યારે બીજી તરફ હવે ઠંડી શરૂ થયા બાદ પણ શાકભાજીની આવક ઓછી જોવા મળી રહી છે. યાર્ડના રિપોર્ટ મુજબ સોમવારે જે શાકભાજીની આવક ઓછી રહી હતી.

શાકભાજીની આવક હજુ પણ ઓછી છે

અન્ય સમાચારો પણ છે...