• Gujarati News
  • National
  • ‘ઓખી’ના કારણે રાજકોટમાં NDRFની 2 ટીમ તૈનાત

‘ઓખી’ના કારણે રાજકોટમાં NDRFની 2 ટીમ તૈનાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર|રાજકોટ

વાવાઝોડુંગુજરાત તરફ આગળ ધપી રહ્યાની હવામાન ખાતાની આગાહીના પગલે રાજકોટમાં એનડીઆરએફની બે ટીમ તૈનાત કરવામાં આવી છે અને વાવાઝોડાના કારણે થનારા સંભવિત નુકસાનને અટકાવવા ડિઝાસ્ટર વિભાગની ટીમોને એલર્ટ કરવામાં આવી છે. જો કે, વાવાઝોડાંના કારણે રાજકોટમાં કોઇ મોટી ખાનાખરાબી થવાની સંભાવના નથી, વધુમાં વધુ વરસાદ પડે તેવી સંભાવના ડિઝાસ્ટર શાખાના પ્રોજેક્ટ ઓફિસર પ્રિયાંક સિંઘે વ્યક્ત કરી છે. જો વાવાઝોડું ફંટાય તો ભાવનગર, ગીર-સોમનાથ અને પોરબંદરમાં વધુ અસર થવાની ભીતિ છે. જ્યારે રાજકોટમાં વધુમાં વધુ 15 મી.મી. સુધી વરસાદ પડે તેવી સંભાવના છે.

મનપા તંત્ર એલર્ટ, આજે આંગણવાડી બંધ રહેશે

‘ઓખી’વાવાઝોડાની રાજકોટ શહેરમાં સંભવિત અસરો સામે મહાનગરપાલિકા તંત્ર એલર્ટ થયું છે. મ્યુનિસિપલ કમિશનર પાનીએ અધિકારીઓની બેઠક બોલાવી એલર્ટ રહેવા સૂચના આપી છે. ઉપરાંત મનપા સંચાલિત આંગણવાડી, બાલમંદિર તેમજ ધોરણ-1ના વર્ગો મંગળવારે બંધ રાખવા આદેશ કર્યો છે. પરિસ્થિતિ અનુસંધાને એક કંટ્રોલ રૂમ જ્યુબિલી ગાર્ડન ખાતે (ફોન નં.2225707) અને બીજો ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગમાં (ફોન નં.2227222) શરૂ કરી દીધો છે.

વિનાશક વાવાઝોડું ગુજરાત તરફ આગળ ધપી રહ્યાના

અહેવાલના પગલે તંત્રે લીધા સાવચેતીના પગલાં

અન્ય સમાચારો પણ છે...