• Gujarati News
  • National
  • સફાઈ અને કચરાના મુદ્ે રેન્કિંગમાં રાજકોટ સતત પાછળ ધકેલાતું જાય છે

સફાઈ અને કચરાના મુદ્ે રેન્કિંગમાં રાજકોટ સતત પાછળ ધકેલાતું જાય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સફાઈ અને કચરાના મુદ્ે રેન્કિંગમાં રાજકોટ સતત પાછળ ધકેલાતું જાય છે

સ્માર્ટસિટીયોજના અંતર્ગત મહાનગરપાલિકાએ અનેક યોજનાઓ બનાવી હતી. જો કે, મોટાભાગની સાકાર થઈ શકી નથી. ખાસ કરીને સફાઈ અને કચરાના નિકાલ સંદર્ભે મનપાની આબરુનું ધોવાણ થયું છે. બે બાબત રાજકોટને રેન્કિંગમાં સતત પાછળ ધકેલી રહ્યું છે. એક સમય હતો કે, કચરાના પ્રોસેસિંગનો એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ રાજકોટમાં હતો. પરંતુ, પ્લાન્ટ છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી બંધ થઈ ગયો છે. નવી કંપની કામ કરવા તૈયાર નથી. આથી ઘનકચરાના નિકાલનો સૌથી મોટો પ્રશ્ન સર્જાયો છે. બીજી બાજુ છેવાડાના વિસ્તારમાં સફાઈની કામગીરી પણ યથાયોગ્ય થતી નથી અને મનપાના અધિકારીઓ આમ છતાં આંખ આડા કાન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...