• Gujarati News
  • National
  • પોરબંદર જિલ્લા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખનો કાકા અને ભાઈ ઉપર હુમલો

પોરબંદર જિલ્લા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખનો કાકા અને ભાઈ ઉપર હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરજિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે તેમના સગ્ગાં કાકા અને ભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને તેમના સાળા તેમજ અન્ય 6 જેટલા અજાણ્યા શખ્સોએ ઘરે જઈને લાકડી અને ધોકા જેવા હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પિતા-પુત્રને પ્રાથમિક સારવાર સરકારી હોસ્પિટલમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જમીનના મનદુ:ખને લઈને હુમલો કરાયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ ઓડેદરા, તેમનો સાળો સંજય ખિસ્તરિયા તેમજ અન્ય 6 અજાણ્યા શખ્સો ઉદ્યોગનગર ઘાસ ગોડાઉન નજીક મારુતિનગર વિસ્તારમાં રહેતા નાગાજણભાઈ વસ્તાભાઈ ઓડેદરાને ઘરે લાકડી અને ધોકા સાથે ધસી ગયા હતા અને નાગાજણભાઈ તેમજ તેમના પુત્ર દેવેન્દ્ર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. હોસ્પિટલના બિછાને રહેલા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખના કાકાના દીકરા દેવેન્દ્રે એવું જણાવ્યું હતું કે, ઉદ્યોગનગરમાં સંયુક્ત જમીન આવેલી છે જેમાં વાવવાળી જે જગ્યા છે તે મુદ્દે બન્ને ભાઈઓ વચ્ચે મનદુ:ખ ચાલતું હોય, હુમલો કર્યો છે. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વ્યાસ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તોના નિવેદન લીધા હતા.

હુમલા ઘવાયેલા ઇજાગ્રસ્તો સારવારમાં.

પૂર્વ પ્રમુખને રિવોલ્વર બતાવ્યાનો આક્ષેપ

જેમનીઉપર હુમલો થયો છે અને હોસ્પિટલના બિછાને રહેલા દેવેન્દ્ર નાગાજણ ઓડેદરાએ એવું પણ જણાવ્યું હતું કે, વાવના મુદ્દે મનદુ:ખ હોય. આજે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નિલેશ ઓડેદરા સહિતના 8 શખ્સો તેમના ઘરે ધસી આવ્યા હતા અને લાકડી-ધોકા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરવા ઉપરાંત નિલેશ ઓડેદરાએ દેવેન્દ્ર ઓડેદરા સામે રિવોલ્વર પણ તાકી હોવાનું જણાવ્યું હતું. પી.એસ.આઈ. વ્યાસના જણાવ્યા અનુસાર દેવેન્દ્રે આવું નિવેદન આપ્યું છે.

જમીનના મનદુ:ખમાં 8 શખ્સો લાકડી અને ધોકા સાથેે તૂટી પડ્યા

અન્ય સમાચારો પણ છે...