મંદ કામગીરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એડમિનિસ્ટ્રેશન રિપોર્ટર. રાજકોટ

રાજકોટજિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા આધારકાર્ડ માટે ચાલતી ઝુંબેશ ધીમી પડી જતા સપ્ટેમ્બર માસ અડધો પૂરો થઇ ગયા બાદ પણ હજુ 80.27 ટકા લોકોને આધારકાર્ડ ઇસ્યૂ થયાની વિગતો પ્રકાશમાં આવી છે. કેન્દ્ર સરકારની સૂચના મુજબ જુલાઇ માસમાં આધારકાર્ડની 100 ટકા કામગીરી પૂરી કરવાનો લક્ષ્યાંક હજુ ઘણો છેટો હોવાનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે.

કલેક્ટર કચેરીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લાની કુલ વસતી 30,15,229ની સામે 24,20,278 લોકોને આધારકાર્ડ ઇસ્યૂ થયા છે એટલે કે, અત્યાર સુધીમાં આધારકાર્ડની 80.27 ટકા કામગીરી પૂરી થઇ છે. જેમાં જિલ્લામાં 16,18,715માંથી 84.79 ટકા કામગીરી પૂરી થઇ છે. એટલે કે 13,72,468 આધારકાર્ડ ઇસ્યૂ થયા છે. તેવી રીતે રાજકોટ શહેરમાં 13,96,514 લોકોમાંથી 10,47,410 લોકોને આધારકાર્ડ ઇસ્યૂ કરાયા છે અને 25 ટકા એટલે કે 3,49,104 લોકોના આધારકાર્ડ ઇસ્યૂ કરવાના બાકી છે. જિલ્લા કરતા શહેરમાં આધારકાર્ડની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

તાલુકાવાઇઝ થયેલી કામગીરીના આંકડા

તાલુકાનું નામ વસતી કેટલા આધારકાર્ડ નીકળ્યા ટકાવારી

ધોરાજી1,54,896 1,23,954 80.02

ગોંડલ 2,85,550 2,35,407 82.44

જામકંડોરણા 78,130 61,050 78.14

જસદણ-વીંછિયા 3,14,124 2,58,765 82.38

જેતપુર 2,47,140 2,07,094 83.80

કોટડાસાંગાણી 90,460 70,572 78.01

લોધિકા 57,415 44,414 78.36

પડધરી 74,781 53,510 71.56

રાજકોટ તાલુકા 1,37,307 1,70,015 123.82

ઉપલેટા 1,78,912 1,48,687 82.55

80.27 ટકા લોકોને આધારકાર્ડ ઇશ્યૂ