• Gujarati News
  • National
  • રેલવે અધિકારીના બંધ બંગલામાંથી ચોર ~ 40 હજારના કપડાં ચોરી ગયા

રેલવે અધિકારીના બંધ બંગલામાંથી ચોર ~ 40 હજારના કપડાં ચોરી ગયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઠીકંપાઉન્ડમાં આવેલા રેલવે અધિકારીના બંગલાને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. કોઠી કંપાઉન્ડમાં રેલવે અધિકારીના બંગલા નં.17માં રહેતાં વિપુલ સિંઘલની તાજેતરમાં ગાંધીધામ ખાતે બદલી થઇ હતી. સિંઘલ ગાંધીધામ હાજર થઇ ગયા હતા, પરંતુ રાજકોટ ખાતેનો બંગલો ખાલી કર્યો નહોતો. બંગલાની દેખરેખનું કામ કરતાં ભુનેશભાઇ શામજીભાઇ સોઢા બે દિવસ પહેલા નોકરી પૂરી કરી બંગલાને તાળું મારીને જતા રહ્યા હતા અને બીજા દિવસે ફરજ પર આવ્યા ત્યારે બંગલાના દરવાજાના તાળાં તૂટેલા હતા અને ઘરમાં રહેલી તમામ સામગ્રી વેરવિખેર હતી. ભુનેશભાઇએ બંગલામાં જઇ તપાસ કરતા તસ્કરો કબાટમાંથી 10 શર્ટ અને 15 સાડી સહિત કુલ રૂ.40 હજારના કપડાં તફડાવી ગયા હતા. બનાવ અંગે પ્ર.નગર પોલીસે રાબેતા મુજબ તપાસ શરૂ કરી હતી.

તસ્કરોને કંઈ મળ્યું તો 10 શર્ટ અને 15 સાડી ઉઠાવી ગયા

અન્ય સમાચારો પણ છે...