• Gujarati News
  • ઝાડ પરથી પટકાયેલા યુવાનનું મોત

ઝાડ પરથી પટકાયેલા યુવાનનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ: જામકંડોરણાનાદડવી ગામે ઝાડ પરથી પટકાયેલા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. દડવી ગામે રહેતો બાલાભાઇ બેચરભાઇ મહીડા 18 જુલાઇના વાડીએ ભેંસ ચરાવવા ગયો હતો ત્યારે લીમડાના ઝાડ પર ચઢ્યો હતો. ઝાડ પરથી નીચે પટકાયેલા બાલાભાઇને ગંભીર ઇજા થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જયાં તેનું મંગળવારે રાત્રે મોત નીપજ્યું હતું.