• Gujarati News
  • National
  • હવે મનપામાં ચોક્કસ સમયમાં કામ પૂરું થશે

હવે મનપામાં ચોક્કસ સમયમાં કામ પૂરું થશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર. રાજકોટ

રાજકોટમહાપાલિકામાં પ્રજાની અરજીથી માંડી ફરિયાદ અને કોઇ કામની ફાઇલ માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરતી જડબેસલાક નીતિનો અમલ થવા જઇ રહ્યો છે. ભૂગર્ભગટરને લગતા કામથી માંડી બાંધકામ પ્લાન અને કમ્પ્લિશન માટે દિવસ નિર્ધારિત રહેશે. એટલી મુદતમાં જો કામ પૂરું થાય તો જે તે અધિકારીની જવાબદાર ઠેરવાશે અને તેમણે કામ શા માટે મોડું થયું તેનો લેખિતમાં ખુલાસો કરવો પડશે.

રાજકોટ મનપામાં લોકોને પોતાના કામનો નિવેડો લાવવા માટે તળિયા ઘસાય જાય છે. ક્યારેક તો અરજદારોની અરજી કે ફાઇલ પર ધૂળના થર જામી જાય ત્યાં સુધી નિકાલ થતો નથી. રગશિયા ગાડાની જેમ વહીવટ ચલાવતા અધિકારીઓ-કર્મચારીઓને હવે કામમાં વિલંબ કરવો ભારે પડે તેવો કડક નિયમ આવી રહ્યો છે. રાઇટ ઓફ સિટિઝન્સ ટુ પબ્લિક સર્વિસીઝ નિયમ અમલી બનવા જઇ રહ્યો છે. તેની સત્તાવાર દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં રજૂ થઇ છે. નિયમ હેઠળ જે તે શાખાના જે તે કામ માટે દિવસોની મુદત ફિક્સ કરી દેવામાં આવી છે. જે તે શાખામાં આવતી અરજી, ફરિયાદ કે ફાઇલ ઇનવર્ડ કરીને તેનો રેકોર્ડ રાખવો પડશે. ઇનવર્ડ તારીખથી જે તે કામ માટે નિયત કરાયેલા દિવસો સુધીમાં જો કામ પૂરું થાય તો સંબંધિત અધિકારી સામે પગલાંની જોગવાઇ પણ રાખવામાં આવી છે.

ટાઉન પ્લાનિંગ શાખા માટે છે જડબેસલાક નિયમ

21 દિવસ

15 દિવસ

વધીને 90 દિવસ

વધીને 180 દિવસ

વધીને 90 દિવસ

વધીને 90 દિવસ

વધીને 90 દિવસ

કમ્પલિશન સટિર્ફિકેટ રહેણાક અને બિન રહેણાક બન્ને માટે

પ્લાન રિન્યુઅલની મુદત વધારવા

સબ પ્લોટિંગની મંજૂરી

બિનખેતી હેતુ માટે લેઆઉટ મંજૂરી

લો રાઇઝ રહેણાક, કોમર્શિયલ, તમામ હાઇરાઇઝ, ઔદ્યોગિક, જાહેરહેતુના બાંધકામ, શૈક્ષણિક, હોસ્પિટલ, કોલેજના પ્લાન પાસ

લો-રાઇઝ રહેણાક ફ્લોર યુનિટના પ્લાન મંજૂરી

રહેણાક હેતુના ટેનામેન્ટ બંગલો, યુનિટના પ્લાન પાસ

કામ દિવસની મુદત

} ડ્રેનેજ શાખાને લગતી ગટર ઊભરાવાની સામાન્ય ફરિયાદ માટે 5 દિવસ, યાંત્રિક મશીનથી સફાઇ કરવાની જરૂરિયાત પડે તો 10 દિવસ, મેઇન હોલ કે ઢાંકણા મરામત માટે 7 દિવસ રહેશે.

} વોટરવર્કસ શાખાને લગતી નવા નળ કનેક્શન માટેની વિધિ માટે 7 દિવસ, પાઇપલાઇન લીકેજનું રિપેરિંગ હોય તો 2 દિવસ, જ્યારે દૂષિત પાણી, હયાત નળ કનેકશનની લાઇનફેરનું કામ 7 દિવસમાં કરવાનું રહેશે.

} રોશની શાખાને લગતા સ્ટ્રીટ લાઇન મરામત માટે 3 દિવસ, શોટ સર્કિટ માટે 1 દિવસ, સ્ટ્રીટલાઇટ બદલાવવા માટે 7 દિવસ અને લાઇટ દિવસે ચાલુ રહી જવી તેના માટે 6 કલાકની મુદત રહેશે.

} જન્મ-મરણ/લગ્ન નોંધણી શાખામાં કમ્પ્યૂટરરાઇઝ ડેટામાંથી દાખલો કાઢી આપવા 2 દિવસ, સુધારા કરવા માટે 10 દિવસ, લગ્નની નોંધણી અને પ્રમાણપત્ર ઇશ્યુ કરવાનું કામ 3 દિવસમાં કરવાનું રહેશે.

} ફૂડશાખાને લગતા કામમાં નવુ રજિસ્ટ્રેશનથી માંડી લાઇસન્સ કાઢી આપવા માટે 1 થી 3 દિવસની મુદત રાખવામાં આવી છે.

} વેરા વસૂલાત વિભાગ માટે નવી આકારણી કરવા 30 દિવસ, નામ ફેર માટે 15 દિવસ, વેકેન્સી એલાઉન્સ માટે 60 દિવસ અને વાંધા અરજીની સુનાવણી કરવાનું કામ 45 દિવસમાં પૂરું કરવાનું રહેશે.

} જગ્યારોકાણ શાખા માટે મંડપ, કમાન છાજલીની મંજૂરી 5 દિવસમાં, હોર્ડિંગ બોર્ડની મંજૂરી 15 દિવસમાં, કમ્યુનિટી હોલની ડિપોઝિટ પરત ચૂકવવા 30 દિવસ અને ગ્રાઉન્ડ ભાડે આપવાનું કામ 45 દિવસમાં કરવું.

} ગાર્ડન શાખાને લગતા કામમાં નડતરરૂપ ડાળી કે વૃક્ષ કાપવા અને બગીચામાં રમતગમતનાં સાધનોના રિપેરિંગનું કામ 15 દિવસમાં કરવાનું રહેશે.

} સફાઇ શાખા માટે કચરો ઉપાડવા અરજી મળ્યાના 10 દિવસ, મરેલા જાનવર ઉપાડવા 2 દિવસ, ભરાયેલી કચરાપેટી ઉપાડવા 7 દિવસમાં નિકાલ કરવાનો રહેશે.

} રસ્તા પરના ખાડા બૂરવા 7 દિવસ જ્યારે પાઇપગટરના મેનહોલના તૂટેલા ઢાંકણા બદલવાનું કામ 3 દિવસમાં કરી નાખવાનું રહેશે.

ક્યા કામ માટે કેટલા દિવસની મુદત

જે તે શાખામાં આવતી સામાન્ય અરજીથી માંડી ફાઇલ નિકાલ માટે મુદત નક્કી કરતી નવી નીતિ, મંજૂરી માટે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત

અન્ય સમાચારો પણ છે...