• Gujarati News
  • National
  • વેરો ભરવા રૂબરૂ જતા કરદાતાઓ ઘટ્યા ઓનલાઇન વેરો ભરવાનું પ્રમાણ વધ્યું

વેરો ભરવા રૂબરૂ જતા કરદાતાઓ ઘટ્યા ઓનલાઇન વેરો ભરવાનું પ્રમાણ વધ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર.રાજકોટ

નોટબંધીબાદ ઓનલાઇન ટ્રાન્ઝેકશન તરફ લોકો વળતા થયા છે. તેનો એક પુરાવો મનપાના કરદાતાઓએ આપ્યો છે. વખતે ગત વર્ષ કરતાં પાંચ ગણા વધુ લોકોએ ઓનલાઇન વેરો ભર્યો છે. ગત વર્ષે 10 હજાર લોકોએ ઓનલાઇન વેરો ભર્યો. અત્યાર સુધીમાં 48700 કરદાતાઓએ સુવિધાનો લાભ લીધો છે.

અગાઉના વર્ષોમાં મનપાની વેરા વળતર યોજના હોય કે વ્યાજમાફી જેવી અન્ય કોઇ સ્કીમ ચાલતી હોય ત્યારે મુખ્ય ઝોન કચેરીએ લાઇન લાગતી હતી. પછી તંત્રે ઓનલાઇન સુવિધા શરૂ કરી. જો કે તેમાં પણ જોઇએ તેવો રિસ્પોન્સ મળતો હતો. પરંતુ નોટબંધી પછી કેશલેસ અને ઓનલાઇન ટ્રાન્ઝેકશનનો જે ટ્રેન્ડ તરફ વળતા થયા. ટેક્નોલોજીનો ઉપયોગ કરતા થઇ ગયા છે. મહાપાલિકા મુખ્ય ઝોન ઓફિસ, વોર્ડ ઓફિસ, પોસ્ટ ઓફિસ અને બેંક એમ અલગ અલગ 11 સુવિધા સાથે ઓનલાઇન સુવિધા પણ આપે છે. મહાપાલિકાની વેબસાઇટ પર ઓનલાઇન પેમેન્ટની લિંક આપેલી છે. તેમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટબેકિંગના અલગ અલગ વિકલ્પ આપ્યો છે. સુવિધા મારફતે 48700 કરદાતાઓએ ઓનલાઇન વેરો ચૂકવ્યો છે. ગત વર્ષ કરતાં પાંચ ગણી સંખ્યા છે.

કરદાતાઓએ નજીકના સેન્ટરો પર અને ઓનલાઈન આટલો વેરો ચૂકવ્યો

માધ્યમકરદાતા રકમ

સેન્ટ્રલઝોન સિવિક સેન્ટર 2392 રૂ.15.82 કરોડ

ઇસ્ટ ઝોન સિવિક સેન્ટર 9211 રૂ.11 કરોડ

વેસ્ટ ઝોન સિવિક સેન્ટર 10097 રૂ.14.88 કરોડ

અમીનમાર્ગ સિવિક સેન્ટર 2392 રૂ.2.90 કરોડ

કૃષ્ણનગર સિવિક સેન્ટર 2533 રૂ.2.76 કરોડ

વેબસાઇટ/ઓનલાઇન 48700 રૂ.27.22 કરોડ

પોસ્ટ ઓફિસ 44948 રૂ.23 કરોડ

એચડીએફસી બેંક 2893 રૂ.3.16 કરોડ

આઇસીઆઇસીઆઇ બેંક 50903 રૂ.38 કરોડ

તમામ વોર્ડ ઓફિસ 86728 રૂ.91.74 કરોડ

રીતે ઓનલાઇન વેરો ચૂકવી શકાય

મનપાનીવેબસાઇટ www.rmc.gov.in પર પ્રોપર્ટી ટેક્સ/ઓનલાઇન એવી લીંક આપેલી છે. તેમાં ક્લીક કરવાથી પ્રોપર્ટી નંબર પૂછશે. નંબર નાખ્યા બાદ કેટલો વેરો છે રકમ સ્ક્રીન પર આવશે. બાદમાં પે નાઉ ઓપ્શનમાં ક્લીક કરવાથી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટબેકિંગ એમ અલગ વિકલ્પો પૂછશે. તેમાંથી પસંદગીનો વિકલ્પ સિલેક્ટ કરી વેરો ચૂકવી શકાય.

રાજકોટ મહાપાલિકાની ઓનલાઇન સુવિધા તરફ લોકો વળ્યા, ગત વર્ષે 10 હજાર લોકોએ ઓનલાઇન ભર્યો હતો, વર્ષે 48700 કરદાતાઓએ ભર્યો

અન્ય સમાચારો પણ છે...