• Gujarati News
  • National
  • હવસનો \"ભોગ\' બનેલાની મનોદશા વર્ણવતી ફિલ્મ

હવસનો \"ભોગ\' બનેલાની મનોદશા વર્ણવતી ફિલ્મ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

બાળકજાણ્યે, અજાણ્યે અનેક રીતે માનસિક અને શારીરિક શોષણનો ‘ભોગ’ બને છે. એમાયે સમાજ અને દુનિયાદારીથી તદ્દન અલિપ્ત અને અજાણ એવા માસૂમ કુમળીવયના ભૂલકાંઓ કોઇની વાસનાનો ‘ભોગ’ બને એવી ઘૃણાસ્પદ ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. શું વીતતું હશે બાળક ઉપર, ‘ભોગ’ બન્યા પછી તેમની માનસિક સ્થિતિ કેવી થતી હશે, આવી તો અનેક હૃદયદ્રાવક નિરૂપણ કરતી ‘ભોગ’ નામની એક શોર્ટ ફિલ્મ ‘લગાન’ પિક્ચરમાં કચરાનો રોલ કરનાર આદિત્ય લાઠિયા સાથે રાજકોટના સ્વયં નિર્મતભાઇ છાંયા નામના એક બાળ કલાકારે બનાવી છે.

બાળક તેમની સ્કૂલમાં, પાડોશમાં કે અન્ય કોઇ જગ્યાએ શારીરિક શોષણનો ‘ભોગ’ બને છે ત્યારે સૂનમૂન બની જાય છે. અવાચક બનીને ઘરમાં પડ્યું રહે છે. આવા સમયે માતા-પિતાને પણ જાણ નથી હોતી કે તેનું બાળક કેવા આઘાતમાં ગરકાવ થઇ ગયું છે. ક્યારેક તો પરિચિત વ્યક્તિનો શિકાર બને છે. સમાજમાં આવા કિસ્સા વારંવાર બને છે. ક્યારેક બહાર આવે છે તો ક્યારેક ધરબાવી દેવામાં આવે છે, પણ બધા વચ્ચે ‘ભોગ’ બનનાર બાળકની દશા શું થતી હશે કલ્પના માત્ર ધ્રુજાવી દે તેવી છે. તેનું હૃદયસ્પર્શી નિરૂપણ કરતી ‘ભોગ’ નામની એક શોર્ટ ફિલ્મ રાજકોટમાં બની છે. ફિલ્મમાં મુખ્ય અભિનય કર્યો છે, ‘લગાન’ પિકચરમાં કચરાનો રોલ કરનાર આદિત્ય લાઠિયા અને 9 વર્ષના બાળ કલાકાર સ્વયં નિર્મિતભાઇ છાંયાએ. ફિલ્મની સ્ટોરી એવી છે કે, કલાકાર આદિત્ય લાઠિયા બાળક સ્વયંના પિતાનો મિત્ર હોય છે. પારિવારિક સંબંધીના લીધે એકબીજાના ઘરે અવરજવર રહે છે. દરમિયાન મોકો મળે ત્યારે બાળક સ્વયં પિતાના મિત્રની હવસનો ‘ભોગ’ બનતો રહે છે.

રાજકોટના સાધુ વાસવાણી રોડ પર સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલ સામે આંગન એપાર્ટમેન્ટ વિંગ-બીમાં રહેતા એડવોકેટ નિર્મિતભાઇ છાંયા તેમજ તેમના પત્ની ખુશીબેન છાંયા ફિલ્મના પ્રોડ્યૂસર છે. એડિટિંગ હિમાંશુ જાદવ, સંગીત પારસ ઘર, લાઇન પ્રોડ્યૂસિંગ દુરિયા બ્લોચ, ગીતા જીતેન્દ્ર લાખાણી અને આરતી બિમલ પરિખે, તેમજ ગાયન ચિરાગ ભરડવા તથા રોહિત મકવાણા અને સાઉન્ડ ડિઝાઇન અક્ષય દવેએ આપ્યું છે. ફિલ્મ માટે સુરક્ષા સેતુ સોસાયટીના નેજા હેઠળ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમજ ઓજસ્વિની ફાઉન્ડેશનના હેમલબેન દવેનું માર્ગદશન મળ્યું છે.

બાળકને પોતાની હવસનું રમકડું સમજાતા લોકો બાળકનું જીવન કેમ બરબાદ કરી નાખે છે તે સહિતની બાબતોને ફિલ્મમાં આવરી લેવામાં આવી છે.

શાળાઓમાં ફિલ્મ વિનામૂલ્યે દેખાડાશે

ફિલ્મનાપ્રોડ્યૂસર એડવોકેટ નિર્મિત છાંયાએ જણાવ્યું હતું કે, કોઇની વાસનાનો ‘ભોગ’ બનતા પહેલા બાળક ચેતે એવી માનસિકતા કેળવવા માટે ફિલ્મ શાળાઓમાં નિ:શુલ્ક દેખાડવામાં આવશે. ઉપરાંત જો બાળકો પર થતા માનસિક અને શારીરિક શોષણ વિષય પર સેમિનાર રાખવા શાળા સંચાલક ઇચ્છે તો ફોન નં.98252 13619 ઉપર જાણ કરી શકાશે.

પિક્ચરમાં ભોગગ્રસ્ત બાળકની માનસિક સ્થિતિ દર્શાવાઈ છે.

બાળ કલાકાર સ્વયં છાંયા અને ‘લગાન’ પિક્ચરના કચરાનો િફલ્મમાં અભિનય

માસૂમના માનસની સ્થિતિ ફિલ્મમાં સમાવાઈ

અન્ય સમાચારો પણ છે...