તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગોંડલ તાલુકા પં.ની ચૂંટણીમાં 22 બેઠકો પર 55 ટકા મતદાન

ગોંડલ તાલુકા પં.ની ચૂંટણીમાં 22 બેઠકો પર 55 ટકા મતદાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલતાલુકા પંચાયતની 22 બેઠકો માટે યોજાયેલ મધ્યસત્ર ચૂંટણીમાં તાલુકાના મતદારોમાં નીરાસતા જોવા મળી હતી. સાંજ સુધીમાં 50 થી 55 ટકા મતદાન થવા પામ્યું હતું. તાલુકાની હડમડિયા ગામની માથાકૂટને બાદ કરતા એકદંરે શાંતિ પૂર્ણ ચૂંટણી યોજવા પામી હતી. પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ તાલુકા પંચાયતની 22 બેઠકો માટે યોજાયેલ મધ્યસત્ર ચૂંટણી માટે સવારથી સરકારી તંત્ર અને પોલીસ તંત્ર સુસજ્જ થવા પામ્યું હતું. આંબરડી, ચરખડી, દડવા, દેરડી, દેવચડી, ઘોઘવદર, ગોમટા, ગુંદાળા, કમઢિયા, કેશવાળા, કોલીથડ સહિત 22 બેઠકો ઉપર સવારથી મતદારોમાં નીરસતા જોવા મળી હતી. સવારથી બપોર દરમિયાન આંગળીના વેઢે ગણી શકાય તેટલું મતદાન થયું હતું. બાદમાં મતદારો મતદાન કરવા આવતા સાંજના 4 વાગ્યા સુધી 49 ટકા મતદાન થયું હતું. તાલુકાના મૂંગાવાવડી ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હોય એક પણ મત પાડવા પામ્યો નાહતો.

તાલુકાના હડમડિયા ગામે ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બપોરના સુમારે માથાકૂટ થતાં ગોંડલમાં રહેતા લાલાભાઈ હેમંતભાઈ ટોળિયા ભરવાડ અને ત્રાકુડા ગામે રહેતા કોંગ્રેસના સમર્થક લાલજીભાઇ ગોબરભાઈ ભૂંડિયા ગંભીર રીતે ઘવાયા હતાં. જેથી તેમને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. એક મારામારીની ઘટનાને બાદ કરતા એકંદર શાંતિપૂર્ણ ચૂંટણી યોજાઈ હતી. આગામી તા. 29 મંગળવારના ગોંડલ સંગ્રામજી હાઇસ્કૂલ ખાતે મતગણતરી યોજાનાર છે, રવિવારે તાલુકાના મતદારોએ મતદાન કરી 22 બેઠકો ઉપર ઉમેદવારી કરી રહેલા 56 ઉમેદવારોના ભાવી ઇવીએમ મશીનમાં સીલ કાર્ય હતાં.

ઓખા પાલિકાની પેટાચૂંટણીમાં 42 અને કાલાવડમાં 66 ટકા મતદાન

દ્વારકાનાઓખા નગરપાલિકા અને જામનગર જિલ્લાના કાલાવડ નગરપાલિકાની પેટા ચૂંટણી રવિવારે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી. જેમા ઓખામાં 42 ટકા અને કાલાવડ નગરપાલિકાની વોર્ડ નં 3ની પેટા ચૂંટણીમાં 65.66 ટકા મતદાન નોંધાયું હતું. કાલાવડ નગરપાલિકાની વોર્ડ નં.3ની પેટા ચૂંટણીમાં કુલ 3291 મતદારોમાંથી 2161 મતદારોએ મતદાન કરતા 66 ટકા મતદાન નોંધાયું હતું. કોંગ્રેસમાંથી હનીફભાઇ એડવોકેટ અને ભાજપમાંથી પ્રતાપભાઇ ભરવાડ ઊભા રહ્યા હતા. વોર્ડ નં.3ના ઉમેદવારનું અકસ્માતે નિધન થયું હોવાથી પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. ઓખામાં વોર્ડ નં.3ના સભ્ય કાકુભાઇ સિંઘવાએ નાદુરસ્તીના કારણે રાજીનામું આપ્યું હતું. તે સંદર્ભે વોર્ડ નં.3ની પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમા કોંગ્રેસમાંથી કમલેશ રોશિયા અને ભાજપમાંથી શાંતિભાઇ ચાવડાએ દાવેદારી નોંધી હતી. 3566 મત ધરાવતું બેઠકમાં 1522 મતદારોએ મતદાન કરતા 42 ટકા મતદાન હતું.

હડમડિયા ગામે મારામારી :એકને ગંભીર ઇજા

મૂંગાવાવડી ગામના લોકોનો મતદાનનો બહિષ્કાર

ગોંડલ તાલુકા પંચાયતની મધ્યસ્થ ચૂંટણીમાં રવિવારે યોજાયેલા મતદાનના પ્રારંભે મતદારોમાં ઉદાસીનતા જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...