તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઢુવામાં 6 વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય

ઢુવામાં 6 વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાંકાનેરતાલુકાના ઢુવા ગામે આવેલી એક સિરામિક ફેક્ટરીમાં કામ કરતા મજૂર પરિવારની 6 વર્ષની પુત્રીને અન્ય સિરામિકમાં કામ કરતા શખ્સે બાળકી ઝાડીમાં ખેંચી જઇ તેની સાથે બળજબરી પૂર્વક સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યું હતું.

ઢુવા ખાતે આવેલી સિરામિક ફેક્ટરીમાં કામ કરતા પરપ્રાંતીય પરિવારની 6 વર્ષની દીકરી મા-બાપ કામે ગયા હોઇ, બપોરના સમયે ઓરડીમાં એકલી હતી ત્યારે એક શખ્સ ત્યાં ધસી ગયો હતો અને તેનું અપહરણ કરી બાવળની ઝાડીમાં લઇ ગયો હતો અને તેની સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કર્યું હતું. દરમિયાન ત્યાં કોઇ આવી જતાં શખ્સ બાળકીને કણસતી હાલતમાં છોડીને નાસી ગયો હતો બાળકીને શરીર પર તેમજ ગુપ્ત ભાગે ગંભીર ઇજા અને ઉઝરડાના નિશાન જોવા મળ્યા છે બાળકીને સારવાર અર્થે રાજકોટ ખસેડાઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં શખ્સ નજીકના સિરામિકમાં કામ કરતો યુવાન હોવાનું ખૂલવા પામ્યું છે .

બાળકીને સારવાર માટે રાજકોટ ખસેડાઇ

અન્ય સમાચારો પણ છે...