તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વોર્ડ નં.4 અને 5માં આજે પાણીકાપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | શહેરનાછેવાડે આજીથી ગ્રીનલેન્ડ ચોકડી વચ્ચે નેશનલ હાઈવે પર આવેલી પાણીની લિકેજ લાઈન બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કામગીરી સોમવારે ચાલુ હોવાને કારણે વોર્ડ નં.4 (પાર્ટ) અને વોર્ડ નં.5 (પાર્ટ)માં સોમવારે પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. શહેરમાં અનેક વિસ્તારોમાં છાશવારે પાણીની લાઈનો તૂટી જવાના બનાવ વચ્ચે ગ્રીન લેન્ડ ચોકડી અને આજી વચ્ચે નેશનલ હાઈ વે પર આવેલી પાણીની પાઈપ લાઈન લિકેજ થતાં તેને બદલાવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી છે. જેને કારણે વોર્ડ નં.4(પાર્ટ) અને વોર્ડ નં.5(પાર્ટ)માં સોમવારે પાણી કાપ ઝીંકાશે.

મહાનગરપાલિકા દ્વારા સ્લમ રી-ડેવલપમેન્ટ આવાસોનું મંત્રી સાપરિયાના હસ્તે ખાતમુહૂર્ત

રાજકોટનું જેવું નામ છે, તેનાથી પણ ચડિયાતા તેના ગુણ છે. લોકોના મોઢા પર સતત હાસ્ય અને રાજવી ઠાઠમાઠ તેમજ અલગારી અદા જેની ઓળખ છે તેવા રાજકોટની સવાર ભલે ચા કે ફાફડાથી પડતી હોય, પરંતુ હવે ટ્રેન્ડ થોડો બદલાયો છે. અહીંના લોકો સ્વાસ્થ્ય અને શરીર સૌષ્ઠવ માટે વધુ જાગૃત બન્યા છે. યુવાન હોય કે બાળક, મહિલાઓ હોય કે પ્રૌ઼ઢ... સહુ શહેરને ગુડ મોર્નિંગ કંઇક અલગ રીતે કરે છે. સૂર્ય તેના કોમળ કિરણોને ધરતી પર લહેરાવવા આવી પહોંચે તે પહેલાં રેસકોર્સ પર મોર્નિંગ વોકર્સની દિનચર્યા શરૂ થઇ જાય છે અને એકસ્ટ્રા બીગ સ્માઇલ સાથે સવારને આવકારવા લોકો નીકળી પડે છે. મૃદુલ સવારને પણ થંભી જવાનું મન થાય તેવો માહોલ અહીં કાયમ રચાય છે. રાજકોટ છે...શહેરને તેના અસલ અંદાજમાં જોવા, માણવા અને અનુભવવાની ઇચ્છા હોય તો એકવાર વહેલી સવારે હાર્ટ ઓફ સિટી રેસકોર્સ પહોંચી જજો. દિલ બાગ..બાગ થઇ જશે. સાથોસાથ આહલાદક વાતાવરણ અને પક્ષીઓનો કલરવ વહેલી સવારને રંગીન બનાવી દેશે તેની ગેરેન્ટી. } તસવીર: પ્રકાશ રાવરાણી

રાજકોટીયન્સનું રોમાંચિત હેલ્લો મોર્નિંગ

અન્ય સમાચારો પણ છે...