તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સામાન્ય લોકો પોતાના ફોટાવાળી ટપાલ ટિકિટ પણ મેળવી શકશે

સામાન્ય લોકો પોતાના ફોટાવાળી ટપાલ ટિકિટ પણ મેળવી શકશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશ-વિદેશનીમહાન વ્યક્તિઓ, ઐતિહાસિક જગ્યાઓ,કુદરતી જગ્યાઓ, પશુ -પક્ષીઓના ફોટાવાળી ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવતી હોય છે.પત્રો તથા કવર પર જુદી જુદી કિંમતની ટપાલ ટિકિટ લગાવવામાં આવે છે. ટપાલ ટિકિટ પર સામાન્ય વ્યક્તિઓ પોતાનો ફોટો હોય તેવી ટિકિટ પણ મેળવી શકે છે.ટપાલ વિભાગ દ્વારા માય સ્ટેમ્પ યોજના દ્વારા સામાન્ય લોકો પણ પોતાના ફોટા- વાળી 300 રૂપિયા ચૂકવીને 5 રૂપિયા કિંમતની 12 ટપાલ ટિકિટ મેળવી શકે છે.

ઇન્ટરનેટના જમાનામાં મેઇલ, મેસેજિંગ સર્વિસ દ્વારા લોકોને સંદેશો મોકલવામાં આવે છે. જોકે પંરપરાગત રીતે પોસ્ટ કાર્ડ સંદેશો મોકલવાનું માધ્યમ છે.પોસ્ટ કાર્ડ પર લગાવવામાં આવતી ટપાલ ટિકિટ આકર્ષણનું કેન્દ્ર રહી છે. દરેક દેશ ટપાલ ટિકિટ બહાર પાડે છે.ભારતમાં પણ મહાન વ્યક્તિઓ,ઐતિહાસિક જગ્યાઓ સહિતની પ્રસિદ્ધ વસ્તુઓની ટપાલ ટિકિટ બહાર પાડે છે.મહાન વ્યક્તિઓની જેમ સામાન્ય વ્યક્તિઓ પણ ટપાલ ટિકિટમાં સ્થાન મેળવી શકે અને પોસ્ટનું આકર્ષણ પુન: શરૂ થાય તે હેતુથી પોસ્ટ વિભાગ દ્વારા માય સ્ટેમ્પ યોજનાની શરૂઆત કરી છે.પોતાના ઘરે કોઇ શુભ પ્રંસગ હોય તો પાતાના સંતાનોના ફોટાવાળી ટપાલ ટિકિટ લોકોમાં આકર્ષણ જમાવી રહી છે. રાજકોટના સિનિયર પોસ્ટ માસ્ટર ટી.એન. મલેકે માહિતી આપતાં જણાવ્યું હતું કે સામાન્ય લોકો પોતાના ફોટા- વાળી સ્ટેમ્પ મેળવી શકે છે.માય સ્ટેમ્પ યોજના હેઠળ 300 રૂપિયાની કિંમત ચૂકવીને 12 ટપાલ ટિકિટ મેળવી શકે છે.એક પાંચ રૂપિયા કિંમત ધરાવતી ટપાલ ટિકિટ વિવિધ થીમ સાથે ઉપલબ્ધ છે.જિંદગીભરની યાદગીરી બની રહે તે માટે લોકો માય સ્ટેમ્પ થકી ટિકિટ બનાવી રહ્યા છે. શુભ પ્રસંગ માટે પણ લોકો પોતાના પરિવારજનોને આવી ટિકિટ પર આમંત્રણ પાઠવી શકે છે.

નોંધનીય છે કે, સામાન્ય લોકો પણ પોતાના પ્રસંગને યાદગાર બનાવવા માટે નવતર પ્રયોગ તરફ આકર્ષાયા છે.

પોસ્ટ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલા માય સ્ટેમ્પ અંતર્ગત 300 રૂપિયામાં 5 રૂપિયાની કિંમતની 12 ટિકિટ મેળવી શકાશે

મહાન વ્યક્તિઓની ટપાલ ટિકિટની જેમજ ટિકિટ મળશે

અન્ય સમાચારો પણ છે...