તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કવિ રમેશ પારેખના જન્મદિને શબ્દવંદના કરાઇ

કવિ રમેશ પારેખના જન્મદિને શબ્દવંદના કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કવિરમેશ પારેખના 77મા જન્મદિન 27મી નવેમ્બરને રવિવારે અસ્મિતા ફાઉન્ડેશન અને રામભાઇ ઠાકર સ્મૃતિ સંસ્થાન દ્વારા શબ્દવંદના તથા ‘તમે મારામાં આર પાર રહેતા’ શીર્ષક હેઠળ ગુજરાતી કવિ સંમેલનનો કાર્યક્રમ હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો. પ્રસંગે કવિ અરવિંદ ભટ્ટને કવિ ‘રમેશ પારેખ સન્માન’ એનાયત કરાયો હતો. જેમાં કવિને રૂ.25 હજારની ધનરાશી અર્પણ કરાઇ હતી. કાર્યક્રમ માટે સુરક્ષા સેતુ સોસાયટીનો સહયોગ મળ્યો હતો.કવિ સંમેલનમાં સંજુ વાળા, સ્નેહ પરમાર, ભાવેશ ભટ્ટ, ભાવિન ગોપાણી, તેજસ દવે, હર્ષવી પટેલ, શોભિત દેસાઇએ રમેશ પારેખની રચનાઓ તથા કાવ્યો રજૂ કર્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા મનીષ ભટ્ટ, ડો.મીનાબેન ઠાકર વગેરેએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...