તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રેલવે રામભરોસે! રાજ્યના એકપણ સ્ટેશનમાં ‘સ્કેનર’ નથી

રેલવે રામભરોસે! રાજ્યના એકપણ સ્ટેશનમાં ‘સ્કેનર’ નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટસહિત રાજ્યના એ-1 ગ્રેડ ધરાવતા રેલવે સ્ટેશનો જાણે રામભરોસે હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. એકબાજુ અવારનવાર રેલવે સ્ટેશન જેવી જાહેર અને ભીડ ધરાવતી જગ્યાઓમાં આતંકી તત્ત્વો દ્વારા બોમ્બ મુકાયાના પત્રો મળે છે ત્યારે બીજી બાજુ રાજ્યના એકપણ રેલવે સ્ટેશનમાં સંવેદનશીલ કે વિસ્ફોટક વસ્તુઓને અટકાવતી મહત્ત્વની વસ્તુ ‘સ્કેનર’ની વ્યવસ્થા હોવાને લીધે કોઈપણ વ્યક્તિ ગમે તેવો સામાન લઈને સ્ટેશન પર બિન્દાસ અવરજવર કરી શકે છે. રેલવેની સુરક્ષા વ્યવસ્થા માત્ર કાગળ ઉપર સાબિત થઇ છે.

રાજકોટનું જંકશન રેલવે સ્ટેશનની દેશના મોટા સ્ટેશનોમાં ગણતરી થાય છે તેમ છતાં અહીં સુરક્ષા માટે જરૂરી એવા સ્કેનરની સુવિધા ઉપલબ્ધ નથી, સ્ટેશનના એક નહીં અનેક પ્રવેશવાના અને બહાર જવાના ગેટ છે, પરંતુ કોઈ જગ્યાએ મેટલ ડિટેક્ટર્સ તો નથી પણ ચેકિંગ માટે સુરક્ષા જવાનો પણ હાજર નથી હોતા, ત્યારે આતંકી તત્ત્વો કોઈ જોખમી સમાન કે વિસ્ફોટક સામગ્રી લઇ જાય તો મોટી ઘટના ઘટી શકે છે અને બાબતે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ રેલવે મંત્રાલય અને તંત્ર દ્વારા બાબતની ગંભીરતા લેવાઈ નથી. અંગે રેલવે તંત્ર દ્વારા જણાવાયું હતું કે, મંત્રાલય તરફથી હજુ સુધી મંજૂરી મળી નથી.

દેશના મેટ્રોસિટી એવા દિલ્હી રેલવે સ્ટેશન ઉપર મંત્રાલય દ્વારા બેગેજ સ્કેનિંગ મશીન મૂકવામાં આવ્યા છે. જેના દ્વારા તમામ મુસાફરોના સામાનનું ચેકિંગ કરવામાં આવે છે. જો કોઈ મુસાફર તેની બેગમાં શંકાસ્પદ વસ્તુ લઈને જતો હોયતો તુરંત તે રેલવે પોલીસના સકંજામાં આવી જાય છે. જેના કારણે કોઈ મોટી ઘટના ટળી શકે છે. સાથોસાથ મુસાફરોની સુવિધામાં પણ વધારો થશે.

} ગાંધીધામ

} ભુજ

} મહેસાણા

} પાલનપુર

} વિરમગામ

‘એ’ ગ્રેડના સ્ટેશનો

‘એ-1’ ગ્રેડના સ્ટેશનો

} અમદાવાદ

} સુરત

} વડોદરા

} રાજકોટ

રાજકોટ સ્ટેશને સ્કેનર સહિતની વ્યવસ્થાનો અભાવ છે.

દિલ્હી રેલવે સ્ટેશન સહિતના દેશના મેગાસિટીમાં મૂકાયેલા લગેજ સ્કેનર રાજકોટ સહિત રાજ્યભરના રેલવે સ્ટેશનોમાં મૂકવા જરૂરી બન્યા છે.

રાજકોટ | સ્વચ્છતામાં મોખરે, સુવિધામાં છેવાડે

અનેક રજૂઆત કરી છે, તંત્ર બેધ્યાન

^રાજકોટનાજંકશન રેલવે સ્ટેશન સહિત રાજ્યના મોટા સ્ટેશનોમાં સુરક્ષાના કારણોસર ‘સ્કેનર’ મૂકવા માટે છેલ્લા બે વર્ષથી રેલવે ડિવિઝન અને રેલવે મંત્રાલયને પણ લેખિત રજૂઆત કરી છે તેમ છતાં આજ સુધી રાજ્યના એકપણ સ્ટેશન ઉપર ‘સ્કેનર’ કે ‘મેટલ ડિટેક્ટર્સ’ની વ્યવસ્થા કરવામાં આવી નથી. રાજ્યના રેલવે સ્ટેશનોમાં સુરક્ષા વ્યવસ્થા ખાડે હોવાની સ્થિતિ છે. > પાર્થભાઈગણાત્રા, સભ્ય,DRUC

રેલમંત્રાલય મંજૂરી આપે પછી સ્કેનરની વ્યવસ્થા થઈ શકશે

^રાજ્યનામોટા સ્ટેશનમાં સ્કેનર મૂકવા માટે સામાન્ય રીતે રેલ મંત્રાલય મંજૂરી આપતું હોય છે. ગુજરાતના એકપણ સ્ટેશનમાં હાલ પ્રકારની વ્યવસ્થા નથી અને રેલ મંત્રાલય મંજૂરી આપે પછી સ્કેનરની વ્યવસ્થા થઇ શકે. > પ્રદીપશર્મા, પીઆરઓ,વેસ્ટર્ન રેલવે

ગુજરાત રાજ્યના સ્ટેશનોનો ‘વિકાસ’ નહીં ‘રકાસ’ : એ-1

ગ્રેડ કક્ષાના રેલવે સ્ટેશનોમાં પણ મહત્ત્વની વ્યવસ્થા નથી

અન્ય સમાચારો પણ છે...