• Gujarati News
  • National
  • ઝૂલેલાલ જન્મોત્સવ શહેરના કાર્યક્રમો

ઝૂલેલાલ જન્મોત્સવ/ શહેરના કાર્યક્રમો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ સિંધીઅને લોહાણા સમાજના ઉપાસક ભગવાન ઉડેરોલાલ, ઘોડેવારો, જન્દપીર, લાલસાઇ, પલ્લેવારો,જયોતિનવારો અને અમરલાલના નામોથી જાણીતા જુલેલાલજીના જન્મોત્સવની 29 માર્ચના ભાવભેર ઉજવણી કરવામાં આવશે. બુધવારે તારણહાર દરબારજી, ઓમ કારેશ્વર મંદિર, નિર્મળા રોડ ખાતે સવારે 11 કલાકે મંદિરમાં લોટાથી જલ અને જયોતિ પ્રજ્વલિત કરી બહેરાના સાહેબથી ભગવાન વરુણદેવના સ્તુતિગાન કરાશે. સિંધી સમાજ દ્વારા પરંપરાગત નૃત્ય રજૂ કરાશે. તારણહાર દરબાર સાહેબ, નિર્મળાર રોડ સામેની પારસ સોસાયટીમાં બપોરે 1.30 કલાકે ભંડારો યોજાશે. ભરતભાઇ અમલાણી, રામભાઇ હિન્દુજા, જવાહરભાઇ ગુમનાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

{ સિંધીસમાજ સેવા સમિતિ રાજકોટ દ્વારા 29 માર્ચના ચેટીચાંદની ઉજવણીકરવામાં આવશે. સવારે 10 કલાકે જંક્શન ચોકથી રેલી નીકળશે. સમાજના યુવાનો, આગેવાનો સાફા ધારણ કરી રેલીમાં જોડાશે. જુલેલાઇ સાંઇના જયનાદ સાથે રેલી શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળશે. રેલીનું શહેરના વિવિધ ચોક ખાતે ફૂલહારથી સ્વાગત વિવિધ સંસ્થાઓ કરશે. રેલી જુલેલાલ મંદિર, જંક્શન પ્લોટ ખાતે પૂર્ણ થશે. સાંજે 6 કલાકે સમાજના સંત સાંઇ વાસદેવ લાલજીના હસ્તે 51 શંખોના નાદ સાથે જુલેલાલ સાંઇની વિશાળ મૂર્તિનું સ્થાપન થશે. જંક્શન પ્લોટ ચોક, ગાયકવાડી વિસ્તારો રોશનીથી શણગારમાં આવશે. સિંધી સમાજના પ્રતિભાશાળા બાળકોનું શિલ્ડ, મોમેન્ટો આપી બહુમાન કરાશે. અજીત લાલવાણી, દિલીપ આસવાણી, જગદીશ મગનાની વગેરે સહકાર આપશે.

{ પ્રભાતફેરીના 39મા પાટોત્સવ પ્રસંગે 5 કલાકના ભવ્ય નગર સંકિર્તન કાર્યક્રમપ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરીત હરિનામ સંકિર્તન મંડળ દ્વારા 26 માર્ચના સાંજે 4 કલાકે હરિનામ મંદિરે યોજાશે. ઠાકોરજી, સદ્દગુરુ દેવનું પૂજન, અર્ચન કરાશે.

{ જમનાદાસઅને ભારવાણી પરિવાર પોરબંદરવાળા લીલાબેન રામચંદ માણેક દ્વારા ન્યૂ મહાવીરનગર 2/બી, ગરબી ચોક, ગાંધીગ્રામ ખાતે29 માર્ચના અખંડ જયોત દર વર્ષની જેમ પ્રજવલિત કરાશે. સવારે 10 થી 12 જુલેલાલ જન્મોત્સવ ચેટીચાંદની ઉજવણી કરાશે. પંજડા સત્સંગનો કાર્યક્રમ, પ્રસાદ વિતરણ કરાશે. સિંધી ભાઇઓ, બહેનોએ ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે. જયોત વિસર્જન સાંજે 5 કલાકે ન્યારી ડેમ ખાતે કરાશે.

{ આર્યસમાજ દ્વારા સાપ્તાહિક સત્સંગ, ધૂન, ભજન,વૈદિક યજ્ઞ, પ્રવચનનો કાર્યક્રમ 29માર્ચના સાંજે 5 થી 7 આર્ય સમાજ, હાથીખાના ખાતે યોજાશે.

{ જયજૂલેલાલ ગ્રૂપ, સિંધી કોલોની રાજકોટ દ્વારા 29 માર્ચને બુધવારે જુલેલાલ જન્મોત્સવની ભાવભેરઉજવણી કરાશે. પ્રભાતફેરી સવારે 4.30 કલાકે નીકળશે. સવારથી ચણા અને શરબતના પ્રસાદનું વિતરણ કરાશે. જુલેલાલ મંદિરની બહાર સાંજે 5.30 થી મહાઆરતી, ફન ઝોન, સંગીત સંધ્યા, મેજીક શો, ગેમ શો, આરતી શૃગાંર ક્વિઝ, ડી.જે. અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાશે. મનીષ માખીજા, કમલેશ વિધાણી વગેરે સહકાર આપશે.

અન્ય સમાચારો પણ છે...